Get The App

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ટૂંક સમયમાં 10 શાળાઓના નવા મકાન બાંધવા ખાતમુહૂર્ત કરશે

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ટૂંક સમયમાં 10 શાળાઓના નવા મકાન બાંધવા ખાતમુહૂર્ત કરશે 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અટલાદરા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળાનું મકાન નવું બનાવવામાં આવશે. આજરોજ નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ બે પાળીમાં બેસે છે. સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા 23 ઓરડાનું નિર્માણ અંદાજિત 4.50 કરોડના ખર્ચે થનાર છે. હાલ શાળાનું મકાન જૂનું થઈ ગયું હોવાથી નવું બનાવવાનો નિર્ણય અગાઉ કરવામાં આવ્યો હતો શાળાના પ્રાંગણમાં જ નવું બિલ્ડીંગ બન્યા બાદ જૂનું બિલ્ડીંગ ડિમોલિશ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

આજરોજ મુખ્ય અતિથિ ડેપ્યુટી મેયર તેમજ શાળાની વિદ્યાર્થિનીઓના હસ્ત નવીન શાળા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં તરસાલી, અકોટા, શહેર વગેરે વિસ્તારની 10 જેટલી પ્રાથમિક શાળાઓના નવા મકાનનું ખાતમુહૂર્ત આશરે 25 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે, તેમ જાણવા મળ્યું છે. હજુ ગયા મહિને જ દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા, એકતાનગરના નવીન શાળાના પ્લોટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ શાળામાં બન્ને પાળીમાં 1500 થી પણ વધુ વિદ્યાર્થિઓ હાલ અભ્યાસ કરી રહ્યાં છે. આ શાળામાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓને પુરતા વર્ગખંડો, રમતના મેદાનનો અભાવ તથા બીજી અન્ય મુશ્કેલીઓ પડતી હતી. જેથી મહાનગર પાલિકાને રજૂઆત કરવામાં આવતા નવીન શાળાના નિર્માણ માટે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો.  


Google NewsGoogle News