વડોદરા શિક્ષણ સમિતિના કર્મચારીઓની આજે બીજા દિવસે પણ ભૂખ હડતાલ જારી : આજે પાલિકાની સામાન્ય સભામાં પહોંચી રજૂઆત કરશે
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 કર્મચારીઓને કાયમી કરવાની વર્ષો જૂની માંગણી નહીં સંતોષાતા ગત રોજથી ભૂખ હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનરો અને પ્લે કાર્ડ લઈને સૂત્રોચાર ગજવી ભૂખ હડતાલ શરૂ કરી જ્યાં સુધી માંગણી નહીં ઉકેલાય ત્યાં સુધી નહીં હટવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું. શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ખાતે ભૂખ હડતાલ પર 570 કર્મચારીઓમાંથી જે નિવૃત્ત થઈ ચૂક્યા છે તે હાલ નોકરી પર ચાલું છે તે અને જે કર્મચારીઓના મૃત્યુ થયા છે તેઓના વારસદારો આ ભૂખ હડતાલમાં જોડાયા છે. ત્યારે આજે ભૂખ હડતાળના બીજા દિવસે યથાવત જોવા મળી હતી જોડાયેલા સભ્યોમાંથી એક વ્યક્તિ સંપૂર્ણ દિવસ અન્નપાનીનો ત્યાગ કરે છે. આજે પાલિકાની સામાન્ય બેઠક મળનાર છે ત્યારે ભૂખ હડતાલમાં જોડાયેલા તમામ કર્મચારીઓ આજે પાલિકા ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવનાર છે.