વડોદરા જિલ્લા પંચાયતની ખેડૂત ભવનની યોજના ના 7 કરોડ પડી રહ્યા,બે વર્ષથી મંજૂરી મળતી નથી
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત ખેડૂત ભવન બનાવવાનું સ્વપ્ન બે વર્ષથી સાકાર થતું નથી.આ વખતે પણ બજેટમાં તેના માટે ફાળવેલી રકમ યથાવત રાખવામાં આવી છે.
વડોદરા જિલ્લાના ખેડૂતો તેમની પ્રોડક્ટ શહેર વિસ્તારમાં સીધી ગ્રાહકોને વેચી શકે તે આશયથી વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા હરણી રોડ પર ખેડૂત ભવન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ માટે જિલ્લા પંચાયતે વર્ષ-૨૦૨૩-૨૩ ના બજેટમાં રૃ.૭ કરોડની જોગવાઇ કરી હતી.પરંતુ ત્યારપછી હજી સુધી આ પ્રોજેક્ટ માટે કોઇ પ્રગતિ થઇ નથી અને રકમ ડિપોઝિટ રૃપે પડી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ,જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા આ પ્રોજેક્ટ માટે વારંવાર મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ રાજ્ય સરકાર દ્વારા લીલીઝંડી આપવામાં આવતી નથી અને તેને કારણે ચૂંટાયેલી પાંખની ટર્મ પુરી થવા આવી હોવા છતાં આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહ્યો છે.