વડોદરા જિલ્લા પંચાયતનું 38 કરોડની પુરાંતવાળું બજેટ કારોબારીમાં મંજૂર,નવી આવક ઉભી કરાશેઃ અનેક નવી જોગવાઇ
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ-૨૦૨૫-૨૬ના વર્ષના પુરાંતવાળા બજેટને આજે કારોબારી સમિતિએ મંજૂરી આપી હતી.જેમાં કેટલીક નવી યોજનાઓને સામેલ કરવામાં આવી છે.
વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી સમિતિની મીટિંગમાં વર્ષ-૨૦૨૫-૨૬ના રૃ.૩૮.૮૮ કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી.જેમાં વર્ષ-૨૦૨૫-૨૬માં ઉઘડતી સિલક રૃ.૪૮.૯૧ કરોડ અને નવી અંદાજિત આવક રૃ.૨૮.૦૬ કરોડ મળીને કુલ આવક રૃ.૭૬.૯૮ કરોડની અંદાજવામાં આવી છે.તેની સામે રૃ.૩૮.૦૯ કરોડનો ખર્ચ કરતાં કુલ રૃ.૩૮.૮૮ કરોડની સિલક રહેશે.
કારોબારીના અધ્યક્ષ નિલેશ પુરાણીએ કહ્યું હતું કે,આ બજેટમાં પહેલીવાર કેટલીક મહત્વની જોગવાઇઓ કરી છે.જેમાં પંચાયતની આવક વધારવા તેની જગ્યાઓનો પીપીપી ધોરણે ઉપયોગ કરવાનું સૂચન છે. જ્યારે આંગણવાડીના બાળકોને થાળી, વાટકી,ચમચી આપવા રૃ.૬૫લાખ, ત્રિસ્તરિય પંચાયતના સભ્યોને તાલીમ આપવા ૧૯ લાખ,મિલકતોની જાળવણી માટે ૫૦ લાખ,પુર પહેલાં કાંસની સફાઇ માટે ૩૦ લાખ જેવા અનેક નિર્ણયો સામેલ છે.