પાલિકાની ચૂંટણીઓની આચાર સંહિતાને કારણે વડોદરા જિલ્લા પંચાયતની બજેટ મીટિંગ મુલતવી રહી
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી બજેટ મીટિંગ આચાર સંહિતાને કારણે મુલતવી રહી હતી.
વડોદરા જિલ્લા પંચાયતના વર્ષ-૨૦૨૫-૨૬ના પુરાંતવાળા બજેટને મંજૂર કરવા માટે આજે નવી કલેક્ટર કચેરીમાં મીટિંગ બોલાવવામાં આવી હતી.જેમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ડો.મનમોહનસિંઘ તેમજ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેનને અંજલિ આપવામાં આવી હતી.
ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખે પાલિકાની જાહેર થયેલી ચૂંટણીઓને કારણે આચાર સંહિતાનો અમલ ચાલુ હોવાથી બજેટ મીટિંગ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.આચાર સંહિતા પુરી થયા બાદ તા.૨૪ ફેબુ્રઆરીએ બજેટ મીટિંગ મળનાર છે.