વડોદરા કોર્પોરેશનના માર્ચના પગાર તા.5 એપ્રિલ પછી કરવાનો રહેશે
Image: Facebook
વડોદરા પાલિકાના અધિકારીઓ/કર્મચારીઓનો પગાર પ્રતિમાસ જે તે માસની આખરી તારીખે બેન્કમાં જમા કરાવવામાં આવે છે. જે ત્યારપછી સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા બેન્ક ખાતામાંથી ઉપાડી શકાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ તા.૩૧.૦૩.૨૦૨૫ના રોજ પૂર્ણ થાય છે અને માર્ચ માસનો પગાર-પેન્શન ખર્ચ ત્યાર પછીના નવિન નાણાકીય વર્ષમાં પાડવાનો રહે છે. માર્ચ ૨૦૨૫ પેઇડ ઇન એપ્રિલ ૨૦૨૫ના પગાર પત્રકોની ખતવણી વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં કરવાની રહેશે. ત્યારબાદ પત્રકો ઓડીટ શાખામાં મંજૂરી અર્થે મોકલી મંજુર થયેલ પત્રકો હિસાબી શાખામાં ચુકવણા અર્થે મોકલવામાં આવે છે. હિસાબી શાખા દ્વારા આ પગાર અને પેન્શન પત્રકોનું ચુકવણું તા.૫ એપ્રિલ ૨૦૨૫ કે તે પછી કરવાનું રહેશે. જેથી તમામ અધિકારીઓ/કર્મચારીઓને જણાવવામાં આવે છે કે, જેઓનું પગારનું ચુકવણું બેન્ક મારફત થાય છે તેઓએ માહે માર્ચ ૨૦૨૫ના પગારનો ઉપાડ માહે એપ્રિલના તા.૫ એપ્રિલ ૨૦૨૫ પછી કરવાનો રહેશે.