Get The App

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2025-26નું બજેટ મંજૂરી માટે સમગ્ર સભામાં રજૂ કરાયું

Updated: Feb 17th, 2025


Google News
Google News
વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2025-26નું બજેટ મંજૂરી માટે સમગ્ર સભામાં રજૂ કરાયું 1 - image


Vadodara Corporation Budget : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26 નું 6,219.81 કરોડનું સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરેલું બજેટ કોર્પોરેશનની સમગ્ર સભામાં મંજૂરી માટે આજે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગના અધ્યક્ષએ જણાવ્યું હતું કે બજેટમાં આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પ્રયાસ કર્યો છે.

વડોદરાને વધુ વિકસિત, સ્માર્ટ, ગ્રીન, સસ્ટેનેબલ, લીવેબલ, લવેબલ અને રેસીડેન્ટ સીટી બનાવવા પ્રયાસ થશે. ગયા વર્ષે 1150 કરોડનો વિકાસના કામો કરવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે 1500 કરોડના કામો થશે. તમામ વયના જૂથને ધ્યાનમાં રાખીને લોકોની સુખાકારી અને જીવન સ્તરમાં સુધારો કરવા તેમજ મલ્ટીયર પ્લાનને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. સફાઈ ચાર્જનો કરબોજ લાદવા દીધો નથી. સફાઈ કામગીરીમાં અને ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરતાં આગામી મહિનાઓમાં શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બનશે. ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીના સંસાધન વધારાશે. પૂર નિયંત્રણ અને પૂર નિવારણની કામગીરી પર વધુ ભાર અપાયો છે. આખું વર્ષ પ્રિમોન્સૂનની કામગીરી ચાલું રખાશે. તમામ વરસાદી કાંસોની સફાઈ કરાશે અને તેને ઊંડા અને પહોળા કરવામાં આવશે, જેથી કરીને વરસાદી પાણીનો નિકાલ સરળ થઈ શકે. તળાવો ઇન્ટરલિંક કરાશે. આવક વધે તે માટે જુના બાકી રહેલા વેરાની વસુલાત કરી આવક વધારવા તંત્ર સઘન કામ કરશે. જમીન વેચાણની આવકનો લક્ષ્યાંક વધારીને 151 કરોડ કરવામાં આવ્યો છે. એક માર્ચથી વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી સિટી બનાવવામાં આવશે. બજેટ રજૂ થતાં આજથી ત્રણ દિવસ  બજેટ ઉપર  ચર્ચા ચાલશે. વર્ષ 2025-26 નું મૂળ બજેટ કમિશનરે 50 કરોડના સૂચિત સફાઈ ચાર્જના કરબોજ સાથે સ્ટેન્ડિંગ સમિતિમાં 6200.56 કરોડનું રજૂ કર્યું હતું. સ્ટેન્ડિંગ સમિતિએ 50 કરોડનો સૂચિત કરબોજ ફગાવી દીધો હતો અને બજેટનું કદ વધારીને 6,219.81 કરોડ કર્યું હતું. કોર્પોરેશનના બજેટ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 259 કરોડનું બજેટ પણ સમગ્ર સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું છે.

Tags :
VadodaraVadodara-CorporationVadodara-Corporation-Budget

Google News
Google News