વડોદરા કોર્પોરેશન 53.45 લાખનો ચૂનો ખરીદશે, સ્વચ્છતા અને સફાઈ બાદ ગેમેકસીન પાવડર સાથે મિશ્રણ કરીને છંટકાવ કરાશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અને સફાઈની કામગીરી બાદ પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. આ પાવડરમાં ગેમેક્સીન સાથે ચૂનો પણ હોય છે. વડોદરા કોર્પોરેશન 53.45 લાખના ચૂનાની ફાંક ખરીદશે આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં એક દરખાસ્ત રજૂ થઈ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂનાની એક લાખ બેગ ખરીદવામાં આવશે. એક બેગમાં 20 કિલો ચૂનો હોય છે. ચૂનાની ફાંક સાથે ગેમેકસીન ભેળવીને જ્યાં સફાઈ કરી હોય ત્યાં અથવા તો રોડ પર છટકાવ કરવામાં આવે છે. કોર્પોરેશન ગેમેક્સીનની પણ દર વર્ષે લાખો રૂપિયાની ખરીદી કરે છે. કોર્પોરેશન દ્વારા સફાઈ બાદ ચૂનાની ફાંકનો જે છટકાવ કરવામાં આવે છે તેમાં ચુનાનું પ્રમાણ વધુ હોય છે ,અને જ્યારે ગેમેક્સિન ઓછો હોય છે .ગેમેક્સિનનો ચૂના વિના સીધો છંટકાવ કરી શકાતો નથી. ચૂનાના રાસાયણિક બંધારણના કારણે ગેમેક્સિન રોડ ઉપર વધુ સમય ટકી શકે છે.