વડોદરા કોર્પોરેશનના ચોથા વર્ગના કર્મચારીઓને એડહોક દિવાળી બોનસ ચુકવાશે

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના ચોથા વર્ગના કર્મચારીઓને એડહોક દિવાળી બોનસ ચુકવાશે 1 - image


આશરે 4,500 કર્મચારીઓને બોનસ મળશે

તારીખ 8 ના રોજ બેંક દ્વારા ચુકવણું થશે

વડોદરા, તા. 01 નવેમ્બર 2023 બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા વર્ગના કર્મચારીઓને દર વર્ષની માફક એડહોક દિવાળી બોનસ આપવામાં આવનાર છે. દરેક કર્મચારીને 6908 બોનસ આપવામાં આવશે .કોર્પોરેશનમાં આવા 4,500 ચોથા વર્ગના કર્મચારીઓ છે. બોનસ દિવાળી પૂર્વે દરેક કર્મચારીના ખાતામાં જમા થઈ જશે. બોનસ ના કારણે કોર્પોરેશન ઉપર આના કારણે 3. 50 કરોડનો બોજો આવશે.

રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા વર્ગ-4ના કર્મચારીઓને વર્ષ 2022-23 ના હિસાબી વર્ષ માટે 30 દિવસ વેતન જેટલું એડહોક બોનસ ચૂકવવા તાજેતરમાં ઠરાવ કરવામાં આવ્યો હતો .તારીખ 31- 3- 23 ના રોજ નોકરીમાં ચાલુ હોય અને વર્ષ 2022-23 દરમિયાન ઓછામાં ઓછા છ મહિનાની સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ નોકરીના પ્રમાણમાં ચુકવણીના પાત્ર બનશે. તારીખ 31- 3- 2023 ના રોજ મળવાપાત્ર મળતર ના આધારે આ બોનસ ચુકવાશે .પાંચમા, છઠ્ઠા અને સાતમા પગાર પંચ મુજબ જ્યાં 7000 થી વધુ પગાર હોય ત્યાં મહત્તમ મર્યાદા 7,000 ધ્યાને લેતા 30 દિવસનું એડ હોક બોનસ 6,907.89 પૈસા એટલે કે પુરા 6908 થાય છે. બોનસ ના પગાર પત્રકો આઈટી વિભાગ દ્વારા તૈયાર કરવાના રહેશે. 

બોનસના પત્રકો તારીખ 2 ના રોજ બપોર બાદ કોર્પોરેશનના આઈટી વિભાગમાંથી મેળવીને તારીખ 3 ના રોજ ઓડિટ વિભાગમાં ચકાસણી માટે રજૂ કરી લેવાના રહેશે .તારીખ 7 ના રોજ હિસાબી શાખામાં આ પત્રકો ઓડિટ ચકાસણી કરાવીને રજૂ કરવા કહ્યું છે .તારીખ 8 ના રોજ ચુકવણું બેંક દ્વારા કરવામાં આવશે તેમ હિસાબી શાખાના પરિપત્રમાં જણાવ્યું છે.


Google NewsGoogle News