Get The App

વડોદરા કોર્પોરેશન દિવાળી પૂર્વે પગાર, પેન્શન અને બોનસ પેટે 50 કરોડ ચૂકવશે

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન દિવાળી પૂર્વે પગાર, પેન્શન અને બોનસ પેટે 50 કરોડ ચૂકવશે 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોથા વર્ગના કર્મચારીઓને બોનસ, પેન્શનરોને પેન્શન તથા વર્ગ એકથી ચારના કર્મચારીઓને દિવાળીના તહેવારને અનુલક્ષીને ચાલુ માસનો પગાર દિવાળીના તહેવાર પહેલા તારીખ 26 સુધીમાં ચૂકવી દેવામાં આવશે. કોર્પોરેશન આ માટે આશરે 50 કરોડનું પેમેન્ટ કરશે તેમ જાણવા મળ્યું છે.

વડોદરા કોર્પોરેશનમાં વર્ગ-4 ના આશરે 3500 જેટલા કર્મચારીઓ છે અને 8600 પેન્શનરો છે, જ્યારે 10,000 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ છે. પેન્શન અને પગારનું પેમેન્ટ જ આશરે 45 કરોડથી વધારે થશે. કર્મચારીઓ/પેન્શનરોને ઓકટોબર 2024નો પગાર તથા પેન્શન વહેલાં ચૂકવી દેવા માટે વડોદરા મહાનગર પાલિકાના તમામ ખાતાએ જરૂરી કાર્યવાહી કરવાની એકાઉન્ટ વિભાગ દ્વારા અગાઉ જાણ કરી દીધી હતી. જે સંદર્ભે પત્રકો તૈયાર કરવા, ડેટા એન્ટ્રીના ફોર્મ તૈયાર કરવા, પત્રકો ઓડિટ કરાવવા વગેરે કામગીરી હાલ ચાલી રહી છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક દિવાળી પહેલા વિવિધ ખાતાના બિલોનું પેમેન્ટ પણ કરી આપશે તેમ જાણવા મળ્યું છે.


Google NewsGoogle News