વડોદરા કોર્પોરેશન દ્વારા તબક્કાવાર પાણીની ટાંકીઓ અને સંપની સફાઈ
Vadodara Water Shortage : વડોદરા કોર્પોરેશન દ્વારા આવતીકાલે 29 માર્ચના રોજ કલાલી પાણીની ટાંકી ખાતે ભૂગર્ભ સંપની સફાઈ હાથ ધરાતા બે દિવસ પાણીનો કકડાટ સર્જાશે. કોર્પોરેશન તબક્કાવાર શહેરની પાણીની ટાંકી અને સંપની સફાઈ હાથ ધરી રહ્યું છે.
વડોદરા કોર્પોરેશનની પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલ કલાલી (અટલાદરા) પાણીની ટાંકી ખાતે ભૂગર્ભ સંપની સફાઈની કામગીરી આવતીકાલે 29 માર્ચ શનિવારના રોજ હાથ ધરાશે. જેથી શનિવારે સાંજના સમય દરમિયાન પાણી વિતરણ કરાશે નહીં. બીજા દિવસે રવિવારના રોજ સફાઈની કામગીરી પૂર્ણ થતા પાણીનું વિતરણ વિલંબથી તથા હળવા દબાણથી કરાશે. જેથી નાગરિકોએ પાણીનો સંગ્રહ રાખવા કોર્પોરેશન અપીલ કરી છે. આ કામગીરીના કારણે કલાલી પાણીની ટાંકી કમાન્ડ વિસ્તારમાં પાણીનો કકડાટ સર્જાશે.