Get The App

વડોદરા કોર્પોરેશનનો 46 લાખનો બાકી વેરો નહીં ભરાતા મકરપુરા બસ સ્ટેશનની ઓફિસો-કેન્ટીનો સીલ

Updated: Mar 19th, 2025


Google News
Google News
વડોદરા કોર્પોરેશનનો 46 લાખનો બાકી વેરો નહીં ભરાતા મકરપુરા બસ સ્ટેશનની ઓફિસો-કેન્ટીનો સીલ 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં બાકી રહેલા મિલકત વેરાની કડક ઉઘરાણી ચાલુ કરવામાં આવી છે. જેમાં આજરોજ વોર્ડ નંબર 19 માં મકરપુરા બસ સ્ટેશનનો બે વર્ષનો બાકી રહેતો આશરે 46 લાખનો વેરો ભરપાઈ નહીં થતાં તેની ઓફિસો અને કેન્ટીન સીલ કરી દેવામાં આવી હતી અને મિલકત સીઝ કરી હતી.

વડોદરા કોર્પોરેશનનો 46 લાખનો બાકી વેરો નહીં ભરાતા મકરપુરા બસ સ્ટેશનની ઓફિસો-કેન્ટીનો સીલ 2 - image

વડોદરા કોર્પોરેશનના વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર એક બિલ 23.61 લાખનું છે અને બીજું બિલ 22.12 લાખનું છે. અગાઉ એસટી નિગમ દ્વારા પાર્ટ પેમેન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ આ મોટી રકમના બિલો માટે વારંવાર કહેવા છતાં બીલ નહીં ભરાતા કોર્પોરેશનને આજે ઉપર મુજબની કાર્યવાહી કરી હતી. કોર્પોરેશનએ ઓફિસો પર નોટિસ ચોટાડી બાકી વેરો નહિ ભરાય ત્યાં સુધી મિલકતનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરી છે. જોકે મુસાફરોને તકલીફ ન પડે તે માટે એક્ઝિટ એન્ટ્રી ખુલ્લી રાખવામાં આવી હતી. મુસાફરોની આવજા અને બસ વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો. જાહેર સૂચના કેન્દ્ર અને પૂછપરછ ઓફિસ પણ બંધ કરી દેવામાં આવતા સ્ટાફમાંથી એક કર્મચારી બહાર ટેબલ નાખીને મુસાફરોને બસોની જાણકારી આપવા માટે ફરજ બજાવતા જોવા મળ્યા હતા. બસ સ્ટેશનની ઓફિસો સીલ કરવામાં આવતા નિગમના ઉપરી અધિકારીને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
VadodaraVadodara-CorporationMakarpura-Bus-StationVMC-TaxVMC-Tax-Recovery

Google News
Google News