Get The App

વડોદરા કોર્પોરેશને મિલકત વેરો અને પાછલી બાકી રકમ ભરવા વેરા વળતરની યોજના શરૂ કરી

Updated: Mar 7th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા કોર્પોરેશને મિલકત વેરો અને પાછલી બાકી રકમ ભરવા વેરા વળતરની યોજના શરૂ  કરી 1 - image


Vadodara Corporation : સને 2024-25 સુધીનો મિલકત વેરો પાછલી બાકી સહ ભરી વ્યાજ માફીનો લાભ મેળવવા કોર્પોરેશને ફરી એકવાર બાકી મિલકતધારકોને તક આપી છે. જેમાં વર્ષ 2003-04 પહેલાના ભાડા આકારણી પદ્ધતિ મુજબનાં રહેણાંક તેમજ બીન રહેણાંક તમામ મિલકતોના બાકી વેરાના વ્યાજમાં માફી 100% મળી શકશે.

વર્ષ 2003-04થી 2023-24 સુધીના ક્ષેત્રફળ આધારીત પદ્ધતિ મુજબના રહેણાંક તેમજ બીન રહેણાંક તમામ મિલકતોના બાકી વેરાના વ્યાજમાં માફી 80% મળી શકશે. યોજનાની મુદત તા.20-01-2025થી 31-03-2025 સુધી રહેશે. વેરા બિલમાં ચઢેલ નોટીસ ફી, વોરંટ ફી અને જાહેરાત ખર્ચની બાકી રકમમાં 100% માફી મળી શકશે. વેરા બીલ વડોદરા મહાનગર પાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર ઓનલાઈન પણ ભરી શકાશે. વધુ વિગતો માટે સંબંધિત વોર્ડ કચેરીનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Tags :