Get The App

વડોદરા કોર્પોરેશન વેમાલી માં નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે

Updated: Dec 28th, 2021


Google News
Google News
વડોદરા કોર્પોરેશન વેમાલી માં નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે 1 - image


- 13 એમએલડી કેપીસીટિના પ્લાન્ટ માટે 21.11 કરોડનો ખર્ચ થશે 

વડોદરા, તા. 28

વડોદરા  મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આઉટ ગ્રોથ વિસ્તારો તથા અમુક ગામોનો સમાવેશ કરવામાં આવતા ગટર લાઈન ઉપર ભારણ વધતા રૂપિયા 21.11 કરોડના ખર્ચે વેમાલી માં 13 એમ એલ.ડી કેપેસિટી નો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે . તારીખ 25ના રોજ સુશાસન દિવસ ની ઉજવણી નિમિત્તે રૂપિયા 68.5 કરોડના જુદા જુદા કામો નું મુખ્યમંત્રીએ ખાતમુહુર્ત કર્યું તેમાં વેમાલીના આ કામ નો પણ સમાવેશ થયો હતો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઉટ ગ્રોથ વિસ્તારની વર્ષ 2019- 20 ની જે ગ્રાન્ટ મળી તેમાંથી આ ખર્ચ કરાશે .કોર્પોરેશનના ડ્રેનેજ ઝોન-૩ માં સમા કેનાલ પછીનો સમા તેમજ વેમાલી વિસ્તાર આવે છે .આ વિસ્તારમાં રહેણાંક તથા કોમર્શિયલ બાંધકામ છે અને હજી બંધાઈ રહ્યા છે. સમા વેમાલી ખાતે હાલ 2 એમએલડી કેપેસિટી ના ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં આ નવો પ્લાન્ટ બનાવાશે  .આ વિસ્તારમાં ગટરના પાણીનો ફ્લો જોતાં તેના શુદ્ધિકરણની ઘટને ધ્યાનમાં રાખીને નવો પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો  છે .

Tags :
VadodaraCorporationBuildSewageTreatment-PlantVemali

Google News
Google News