Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા 2300 ની ભરતી કરવા પ્રક્રિયા હાથ ધરાઈ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન દ્વારા 2300 ની ભરતી કરવા પ્રક્રિયા હાથ ધરાઈ 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટાફની અછત હોવાના કારણે તેની અસર રોજબરોજની કામગીરી પર થતી હોવાની અવારનવાર ફરિયાદો થઈ રહી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા હવે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આશરે 2,300 ની ભરતી કરવાનું ચાલુ કરાયું છે. જેમાંથી ઘણી ભરતીઓ થઈ ચૂકી છે. આ ભરતીઓ થવાના કારણે કોર્પોરેશન પર આશરે 100 કરોડનું આર્થિક ભારણ પડે તેવી સંભાવના છે.

ખાસ તો વડોદરા શહેરનો વિકાસ અને વિસ્તારો વધતા સફાઈ સેવકોની ભરતી કરવી જરૂરી હતી. કોર્પોરેશનમાં વર્ષ 2016 પછી કોઈ ભરતી કરવામાં આવી ન હતી. નવું બોર્ડ આવ્યું તે પછી ભરતી પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરીને નોંધપાત્ર કાયમી મહેકમ ઊભું કરવા પ્રયાસ કર્યો છે. 1200 સફાઈ સેવકો માટે મહેકમ ઊભું કરવામાં આવ્યું જેમાંથી નક્કી કરેલા માપદંડના આધારે 1,000 થી વધુની ભરતી થઈ ચૂકી છે. વર્ગ એક થી ત્રણમાં 831 ની ભરતી કરવાની છે. જેમાં 525 રેવન્યુ ક્લાર્કનો સમાવેશ થાય છે. હવે આગામી બે ત્રણ મહિનામાં વર્ગ 1 થી 3 માં 300 ક્લાર્કની ભરતી કરાશે. આ ક્લાર્કનો ઉપયોગ રિવાઇઝડ આકારણી માટે કરાશે અને એ રીતે કોર્પોરેશનની આવક વધારવામાં મદદરૂપ થશે. આગામી ત્રણ મહિનામાં 66 ઇજનેરોની ભરતી થવાની છે. મહત્વની ગણાતી અધિકારીઓની જગ્યાઓ જેમકે ચીફ ફાયર ઓફિસર, ટીડીઓ, સીટી એન્જિનિયર, પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટરની પણ ભરતી થશે. ફાયર બ્રિગેડમાં સ્ટાફની જે અછત છે, તે પૂર્ણ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આરોગ્ય લક્ષી સેવાનો વ્યાપ વધારવા 80 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નાણાપંચની ગ્રાન્ટ મુજબ કરાર આધારિત 62 મેડિકલ ઓફિસર, 72 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 72 નર્સ, 70 પ્યુન અને 70 સિક્યુરિટીનો સમાવેશ થાય છે. આ બધી ફરતીની પ્રક્રિયા પૂર્ણ થતા કામગીરીમાં ગતિ આવશે અને ફરિયાદોનો દર ઘટશે એમ તંત્રનું કહેવું છે.


Google NewsGoogle News