વડોદરા: સફાઈ કર્મીઓને રોજિંદારીમાં પરિવર્તિત કરવાની દરખાસ્તથી વિવાદ: અન્ય વિભાગના કર્મચારીઓને અન્યાય

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
વડોદરા: સફાઈ કર્મીઓને રોજિંદારીમાં પરિવર્તિત કરવાની દરખાસ્તથી વિવાદ: અન્ય વિભાગના કર્મચારીઓને અન્યાય 1 - image


વડોદરા, તા. 24 ઓક્ટોબર 2023, મંગળવાર

વડોદરા કોર્પોરેશનના વોર્ડના સેનેટરી-એન્જિનિયરિંગ વિભાગમાં માનવ દિન તથા કરાર આધારિત સફાઈની કામગીરી કરનાર સફાઈ સેવકો પૈકી જેમના તા 30 સપ્ટે. સુધીમાં 720 દિવસની કામગીરી પૂર્ણ કરી હોય એવા સફાઈ કામદારોને માનવ દિન- કરાર આધારિત માંથી રોજીંદારીમાં પરિવર્તન કરવાની દરખાસ્ત  સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ થતાં અન્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ નહીં થતા વિવાદ સર્જાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકામાં જીપીએમસી એક્ટ મુજબ જાહેર રસ્તા તથા જાહેર જગ્યા ની સફાઈ તેમજ વેસ્ટ મેનેજમેન્ટ અન્વયે ઘન કચરાના નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે છે.

વહીવટી સેનેટરી વિભાગમાં માનવ દિન તથા કરાર આધારિત કામગીરી કરતા કોન્ટ્રાક્ટ ના કુલ 1198 સફાઈ સેવકો પૈકી કોન્ટ્રાક્ટની નોકરી 720 દિવસની હોય તેવા 907 સફાઈ સેવકોને સ્થાયી સમિતિના ઠરાવ મુજબ રોજમદારીમાં પરિવર્તિત કરવામાં આવેલ છે જ્યારે કુલ ૨૯૧ માનવ તથા કરાર આધારિત કામગીરી કરનાર સફાઈ સેવકોના 720 દિવસની કામગીરી થતી ન હોવાથી તેઓને રોજિંદારીમાંથી પરાવર્તિત કરવામાં આવેલ ન હતા. જે પૈકી હાલ 238 સેવકો કાર્યરત છે

કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા શહેરમાં પોલિટેકનિક તથા અયપ્પા ગ્રાઉન્ડ પાસે સરકાર હસ્તકની સમરસ હોસ્ટેલને એસએસસીની એક્સટેન્ડેડ હોસ્પિટલ તરીકે શરૂ કરવામાં આવી હતી આ હોસ્પિટલમાં સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચોથા વર્ગના વોલિન્ટીયર્સની જવાબદારી વડોદરા પાલિકાને સુપ્રત કરવામાં આવી હતી જેથી વડોદરા પાલિકામાં અગાઉ ફરજો બજાવેલ ટુ વોલ અને રાત્રી સફાઈ થઇ  અન્યમાં કાર્યરત કુલ 263 વ્યક્તિઓને કોરોના વોલિયન્ટર્સ તરીકે કામગીરી કરનાર કુલ ૨૬૩ અમોને સ્થાઈ સમિતિ ના તથા સામાન્ય સભાના ઠરાવ અન્વયે વોર્ડના સેનેટરી વિભાગમાં માનવ દિન (સફાઈ સેવક) તરીકે લેવામાં આવેલ છે જે પૈકી હાલ અંદાજે  253 સફાઈ સેવકો કાર્યરત છે.

વોર્ડના એન્જિનિયરિંગ વિભાગમાં રોજબરોજની ડ્રેનેજ સફાઈની ફરિયાદોના ત્વરિત અને સુચારુ નિવારણ માટે સ્થાયી સમિતિ ના ઠરાવ તથા સામાન્ય સભાના ઠરાવ અન્વયે કુલ 160 ઈસમોને માનવ દિન (ડ્રેનેજ સફાઈ સેવક) તરીકે લેવામાં આવેલ છે જે પૈકી હાલ અંદાજે 150  સફાઈ સેવકો કાર્યરત છે.

આમ વડોદરા પાલિકામાં વહીવટી વોર્ડના સેનેટરી તથા એન્જિનિયરિંગ વિભાગ મુજબના માનવ દિન તથા  કરાર આધારિત સફાઈ સેવકો હાલમાં કાર્યરત છે. જેથી પાલિકાના સેનેટરી એન્જિનિયરિંગ વિભાગમાં માનવ દિન તથા કરાર આધારિત 720 દિવસની કામગીરી પૂર્ણ કરનાર સફાઈ કર્મીઓને માનવ દિન કરાર આધારિત રોજિંદારીમાં કરવાના કામને મંજૂરી અર્થે આગામી સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. 

આ દરખાસ્ત રજૂ થતા કોર્પોરેશનના અન્ય વિભાગમાં ફરજ બજાવતા આ પ્રકારના કર્મચારીઓ જેઓએ પણ કોરોના કાળ દરમ્યાન સફળ કામગીરી કરી છે તેમ છતાં તેઓને કાયમી કરવાની કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી જેથી વિવાદ સર્જાયો છે.



Google NewsGoogle News