Get The App

વડોદરા: વિશ્વામિત્રી નદીના કિનારે ઠલવાતો કચરો રોકવા CCTV લગાવ્યા નથી છતાં બોર્ડ લગાડતા વિવાદ

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
વડોદરા: વિશ્વામિત્રી નદીના કિનારે ઠલવાતો કચરો રોકવા CCTV લગાવ્યા નથી છતાં બોર્ડ લગાડતા વિવાદ 1 - image


વડોદરા, તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર

વડોદરા શહેરના કારેલીબાગથી સમા  વિસ્તારને જોડતા મંગલ પાંડે રોડ પર વિશ્વામિત્રી કિનારા પર કચરો ઠાલવીને પુરાણ થતું હતું તેને રોકવા તત્કાલીન કમિશનરે રેલિંગ લગાવી દીધી હતી પરંતુ તાજેતરમાં આ રેલીંગ નો કેટલોક ભાગ ચોરી થઈ ગયો હતો એટલું જ નહીં આ વિસ્તારમાં સીસીટીવી લગાવ્યા નથી જતા હુકમથી તમે સીસીટીવી ની નજરમાં છો જેથી કચરો નાખવો નહીં તેવી બોર્ડ માર્યું છે જેને કારણે વિવાદ સર્જાયો છે.

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ની આસપાસની જમીનોમાં અનેક જગ્યાએ ઝૂંપડપટ્ટી બંધાઈ ગઈ છે તો કેટલીક જગ્યાએ તો નદીની પટની જમીનો પરથી પ્રતિબંધિત ઝોન હટાવી બાંધકામો પણ કરી દેવામાં આવ્યા છે. તો નદીના આજુબાજુની ખુલ્લી જમીનમાં કચરાના ઢગલા પણ ઠલવાતા રહે છે અને નદીની પટની જમીન માં પુરાણ થતું રહે છે તેને રોકવા વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે છતાં પણ કેટલીક જગ્યાએ લોકો કચરાના ઢગલા ઠાલવી જતા હોય છે તો કેટલીક જગ્યાએ તો કોર્પોરેશન પોતે જ તેમનો કાટમાળ ઠાલવતું રહે છે.

વડોદરા શહેરના ભૂતડી ઝાપાથી કારેલીબાગ વિસ્તારને જોડતા બ્રિજ બાદ વિશ્વામિત્રી નદીની શાખા,પ્રશાખાની ખુલ્લી જમીન માં કોર્પોરેશન દ્વારા જ શહેરમાંથી નીકળતો કાટમાળના ઢગલા કરી દઈ પુરાણ કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ કારેલીબાગ થી સમા ને જોડતા મંગલ પાંડે રોડ પર વિશ્વામિત્રી નદી ની જમીનમાં કચરો ઠાલવીને પુરાણ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો તેને રોકવા માટે થોડા સમય પહેલા તત્કાલીન કમિશનર એચ એસ પટેલે મંગલ પાંડે બ્રિજથી લઈને અગોરા બિલ્ડિંગ સુધી રેલિંગ લગાવી દીધી હતી જેથી કરીને કોઈ વ્યક્તિ કચરો ઠાલવે નહીં પરંતુ સમય જતા આ વિસ્તારના કેટલાક ભાગમાંથી રેલિંગની ચોરી થઈ ગઈ હતી તે બાદ કોર્પોરેશન હોય કે અન્ય ના નામ વિના હુકમથી એ પ્રમાણેનું બોર્ડ મારી જાહેર સૂચના આપવામાં આવી છે કે આ વિસ્તારમાં સીસીટીવી ની નજરમાં તમે છો અને કચરો નાખશો તો કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

કોર્પોરેશન હોય કે અન્ય કોઈના હુકમથી લગાવેલા આ બોર્ડ માત્ર શોભના ગાંઠીયા સમાન છે આ વિસ્તારમાં ક્યાંય પણ સીસીટીવી લગાવવામાં આવ્યા જ નથી જેથી આ વિસ્તારમાં ફરી એકવાર નદી કિનારે જ લોકો કચરો ઠાલવી જાય છે છતાં કોર્પોરેશન કોઈને પકડી શકતી નથી.



Google NewsGoogle News