Get The App

વડોદરામાં વિનાશક પૂર બાદ હજુ 40% થી વધુ લોકોને આર્થિક સહાયથી વંચિત, પૂર પીડિતો સાથે કોંગ્રેસનો સૂત્રોચ્ચાર કરી દેખાવો

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં વિનાશક પૂર બાદ હજુ 40% થી વધુ લોકોને આર્થિક સહાયથી વંચિત, પૂર પીડિતો સાથે કોંગ્રેસનો સૂત્રોચ્ચાર કરી દેખાવો 1 - image


Vadodara Congress : વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર આપવાની માંગણી સાથે આજે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં અલ્પના ટોકીઝ પાસે અસરગ્રસ્તો સાથે કોંગ્રેસે દેખાવો યોજયા હતા, અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આર્થિક સહાયના નામે ગુજરાત સરકાર દ્રારા વડોદરાના વિવિધ વિસ્તારના લોકોને લોલીપોપ આપેલ છે એવો આક્ષેપ કરીને રહીશોએ વેદના વ્યક્ત કરી હતી કે જરૂરિયતમંદોને આર્થિક સહાય તાત્કાલીક મળેએ જરૂરી છે.

દિવાળીનો તહેવાર નજીકમાં છે અને લોકો પાસે દિવાળી ઉજવવાના પૈસા પણ નથી. બધું વિનાશક પૂરમાં ખલાસ થઈ ગયું છે. હાથમાં પ્લે કાર્ડ લઈને તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી પૂરપીડીતોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. ગરીબોને ન્યાય આપવા, પૂર અસરગ્રસ્તોને અન્યાય નહીં કરવા અને સહાયના નામે ભ્રષ્ટાચાર બંધ કરવાની માંગણી કરી હતી.

વડોદરામાં વિનાશક પૂર બાદ હજુ 40% થી વધુ લોકોને આર્થિક સહાયથી વંચિત, પૂર પીડિતો સાથે કોંગ્રેસનો સૂત્રોચ્ચાર કરી દેખાવો 2 - image

કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા ચંદ્રકાંત ભથ્થુએ કહ્યું હતું કે શહેરમાં હજી 40% થી વધુ લોકોને રાહત મળી નથી. સરકારી તંત્ર વાયદો કર્યો હતો કે દસ દિવસમાં તમામને રાહત મળી જશે, પરંતુ આજે દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે. લોકો રાહત માટે આજીજીઓ કરી રહ્યા છે. ગરીબોનો અવાજ તંત્ર સુધી પહોંચાડવા આજે આ દેખાવો યોજવામાં આવ્યા છે. જો તાત્કાલિક સહાય નહીં મળે તો વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવશે. પ્રતાપ નગર વિસ્તારની ભારત વાડી, યમુના મિલ ચાલી, કુંભારવાડા, ગાજરાવાડી, નવાપુરા વગેરે વિસ્તારમાં રહેતા ગરીબોનું પૂરમાં બધું ખલાસ થઈ ગયું છે. દિવાળી કરવાના પણ પૈસા નથી. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યું હતું કે હજુ પૂરના સર્વે થયા નથી. ગઈકાલે કોર્પોરેશનમાં મેયરે બોલાવેલી બેઠકમાં ભાજપના કોર્પોરેટરો એ સહાય આપવાની માગ કરી હતી, એ જ બતાવે છે કે લોકો હજી સહાયથી વંચિત છે.


Google NewsGoogle News