દોઢ કરોડની લોન કરાવી આપવાના બહાને 36.69 લાખ પડાવી લીધા
Vadodara Fraud Case : લોન કરાવી આપવાના બહાને જ્વેલરી શોપ ચલાવતા દંપતિ પાસેથી 36.69 લાખ પડાવી લેનાર બેન ઠગ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં મકરપુરા પોલીસ સ્ટેશનની સામે સિલ્વર કોઇન એપાર્ટમેન્ટ પણ રહેતા શીલાબેન રાજેશભાઈ સોની સુસેન તરસાલી રોડ પરમેશ્વર ટાવર એકમાં આર.કે જ્વેલર્સ નામની દુકાન પતિ સાથે ચલાવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે સારંગ કુમાર પ્રજાપતિ રહેવાસી કોયલી ફળિયા ફતેપુરા તથા નવરતન માંગીલાલ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે આરોપીએ દોઢ કરોડની લોન કરાવવી આપવાના બહાને પ્રોસેસિંગ ફી પેટે ટુકડે-ટુકડે ઓનલાઇન 35.47 લાખ લઈ લીધા હતા. તેમજ 1.23 લાખના દાગીના અમારી દુકાનેથી ખરીદ્યા હતા. આરોપીઓએ 20 કરોડની ટ્રેડ ફાઈનાન્સની મંજૂર લોનના ઈમેલનો સ્ક્રીનશોટ બતાવી અમને છેતર્યા હતા અને લોન નહીં કરી આપી અમારા રૂપિયા પણ પરત આપ્યા ન હતા