વડોદરા: પશુઓને જાહેરમાં રખડતા છોડી દેનાર ગોરવાના પશુપાલક સામે ગુનો દાખલ

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
વડોદરા: પશુઓને જાહેરમાં રખડતા છોડી દેનાર ગોરવાના પશુપાલક સામે ગુનો દાખલ 1 - image


વડોદરા, તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર

વડોદરા મહાનગર પાલિકાની ઢોર શાખાએ ગોરવા વિસ્તારમાંથી જાહેરમાં રખડતા બે પશુઓને પકડી ખટંબા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. જેમાં પશુપાલક સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરો સામે વારંવાર કાર્યવાહી કરાતી હોય છે.ઢોરોને પકડીને પાંજાપોળમાં પણ મોકલી દેવામાં આવતા હોય છે.તેમ છતાં શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ ઘટવાનું નામ લેતો નથી. દબાણ શાખાની ઢોર ડબ્બા ટીમ દ્વારા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમા રાધાણ ગાર્ડન રોડ રખડતા બે પશુ પકડીને ખટંબા ડબામાં પુરવામા આવતા છે.પશુઓને જાહેર માર્ગ ઉપર છુટા મુકવા અને દોડવાના કારણે નાગરિકને ગંભીર ઇજાઓ થાય જ્યારે કેટલાકના મૃત્યુ પણ થઇ જતા હોય છે.અયોધ્યાનગર, જનકપુરી કરોડીયા રોડ ગોરવા ખાતે રહેતા પશુ માલિક પાંડે શીવશંકર રાજેન્દ્રભાઇ સામે  વડોદરા મહાનગર પાલીકાંઈ ઢોર ડબ્બા શાખાના કેટલપોન્ડ સુપરવાઇઝર નરેન્દ્રસિંહ જશરાજસિંહ ઝાલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે પશુપાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News