વડોદરાથી કુંભમેળામાં જવા નીકળેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો, 4 ઈજાગ્રસ્ત
Road Accident In Vadodara: વડોદરાના તરસાલી વિસ્તારમાંથી રવિવારે (16મી ફેબ્રુઆરી) પ્રયાગરાજ જવા નીકળેલી ચાર લક્ઝરી બસ પૈકી એકને મધ્ય પ્રદેશના દેવાશ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ચાર લોકો ગંભીર રીત ઈજાગ્રસ્ત હતા.
શ્રદ્ધાળુઓનો ટ્રાવેલ્સ સંચાલક પર આક્ષેપ
મળતી માહિતી અનુસાર,વડોદરાથી રોજ વિવિધ વિસ્તારમાંથી પ્રયાગરાજ કુંભમેળામાં જવા માટે બસ ઉપડે છે, જેમાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. ત્યારે રવિવારે શહેરના તરસાલી વિસ્તારમાંથી ચાર બસ પ્રયાગરાજ કુંભમેળામાં જવા નિકળી હતી. આ બસ પૈકી મધ્ય પ્રદેશ દેવાશ ગામ નજીક બસને અકસ્માત નડ્યો હતો, જે દ્રારકેશ ટ્રાવેલ્સની બસ હતી.
આ પણ વાંચો: અમેરિકાએ ડિપોર્ટ કરેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, અત્યાર સુધી 78ને તગેડી મૂકાયા
બસને અકસ્માત નડતા શ્રદ્ધાળુઓમાં ડર ફેલાયો હતો. પરંતુ નસીબ જોઈએ ખાસ કોઈને ઈજા પહોંચી નહોતી આ બનાવમાં ડ્રાઈવર કંડકટર અને અન્ય બે મુસાફરને ઈજા પહોંચી હતી. શ્રદ્ધાળુઓએ આક્ષેપ કર્યો હતો કે, ટ્રાવેલ્સ સંચાલકે જે સુવિધા આપવાની બાહેઘરી આપી હતી તે આપી નથી.'