વડોદરા: પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, આવતીકાલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો કાપ
શહેરના નિઝામપુરા રોડ પર ભૂકી કાન્સમાં ફાજલપુર ફ્રેન્ચવેલની ફીડર નળીકામાં ભંગાણથી પાણીનો વધુ વ્યય થતો હોઈકોર્પોરેશ આવતીકાલે સમારકામની પ્રક્રિયા હાથ ધરવાનું હોવાથી ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ પાણીની 6 ટાંકી તથા 4 બુસ્ટર સહિતના વિતરણ મથકોથી પાણી વિતરણ કરાશે નહિ.
તા. 14-04-2025 નાં રોજ ઉત્તર ઝોનમાંથી પસાર થતી ફાજલપુર ફ્રેન્ચવેલની ફીડર નળીકા નિઝામપુરા રોડ , યસ બેન્ક પાસે, ભૂકી કાન્સમાં લીકેજ હોઈ, પાણીનો વધુ વ્યય થતો હોઈ,તાત્કાલિક રીપેર કરવાનું હોવાથી ઉત્તર ઝોનની ટાંકીઓ જેમકે છાણી ગામ ટાંકી,છાણી જકાતનાકા ટાંકી, સમા ટાંકી, સયાજી બાગ ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, બકરાવાડી બુસ્ટર, નવિધરતી બુસ્ટર, જૂની ગઢી બુસ્ટર તથા પરશુરામ ભટ્ટા વિગેરે ટાંકીઓ પરથી સાંજનાં સમયે પાણી વિતરણ થશે નહિ, તેમજ તા. 15-04-2025નાં રોજ ઉપરોક્ત ટાંકીઓ પરથી સવારે વિલંબથી તથા હળવા દબાણથી પાણી વિતરણ કરવામાં આવશે. જેથી ઉપરોક્ત પાણીનીટાંકી તથા બુસ્ટરના કમાન્ડ વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાશે.