Get The App

વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું - 'વધુ મત આપવા છતાં પદ નથી અપાતા'

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું - 'વધુ મત આપવા છતાં પદ નથી અપાતા' 1 - image


Vadodara News: વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું કે, 'અમારા વિસ્તારમાંથી પાલિકા ચેરમેન, ડે. મેયર બનાવવામાં આવતા નથી. તેમ છતાં અમારા વિસ્તારનો વિકાસ સારો થઇ રહ્યો છે. હસતા મોઢે પોતાના મનની વાત કહી દેતા યોગેશ પટેલે ભાજપને સંભળાવી દીધું કે, 'જે વિસ્તારના લોકોને પક્ષ તરફથી પદ આપવામાં આવે છે, ત્યાં ઓછા મત મળે છે જ્યારે અમારા વિસ્તારમાંથી વધુ મત મળવા છતાં પદ આપવામાં આવતાં નથી.' 

મળતી માહિતી અનુસાર, ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ, મેયર સહિતના અનેક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે, 'માંજલપુરમાંથી એકવાર નિલેશ રાઠોડને મેયર બનાવવામાં આવ્યા હતા. પણ માત્ર 6 મહિના માટે જ મેયર રહ્યા હતા. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ઝોનમાંથી સૌથી વધુ મેયર બનતાં હોવાની પણ તેમણે ફરિયાદ કરી હતી અને કહ્યું કે,આ ત્રણેય ઝોનમાં ઓછા મત મળે છે અને જ્યારે માંજલપુર વિસ્તારમાંથી વધારે મત મળે છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે તેમ છતાં અમારો વિકાસ બધાં કરતાં વધારે થાય છે. હસતા મોઢે સૌની વચ્ચે મંચ પર તેમણે કહ્યું કે જો અમારો કોઈ માણસ અંદર હોય તો આનાથી વિસ્તારનો વધારે વિકાસ થાય.' 

આ પણ વાંચો: ગુજરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી

તેમણે જણાવ્યું હતું કે, 'તમે તો માંજલપુરના છો, અમને એક મહામંત્રી પણ આપો, કારણકે કાયમ આપતા આવ્યા છો. પ્રમુખ આપ્યા એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય. એટલે અમારું કામ ઝડપથી થાય. અત્યાર સુધી મહામંત્રી જ આપ્યા છે, બીજું કશું નથી આપ્યું. સ્ટેન્ડિંગ ચેરમેન, ડે. મેયર આપ્યા નથી. બધું એ બાજુના લોકો જ લઈ જાય છે અને પાછા વોટ પણ ઓછા લાવે છે. અમારે ત્યાં કોઈ પદ અપાયા નથી પણ વોટ વધારે લાવે છે. એટલે આટલું ધ્યાન રાખજો.'

વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું - 'વધુ મત આપવા છતાં પદ નથી અપાતા' 2 - image



Tags :