Get The App

ભાજપના કોર્પોરેટર સ્નેહલ પટેલનું facebook પેજ હેક

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
ભાજપના કોર્પોરેટર સ્નેહલ પટેલનું facebook પેજ હેક 1 - image


વડોદરા, તા. 12 ડિસેમ્બર 2023, મંગળવાર

વડોદરા વોર્ડ નંબર 16ના ભાજપના કોર્પોરેટર સ્નેહલબેન પટેલનું facebook પેજ કોઈ પાકિસ્તાની હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું છે. જે મામલે ફરિયાદ કરવા તેઓ સાયબર ક્રાઈમ ખાતે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેર ભાજપના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલબેન પટેલનું facebook પેજ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા હેક કરવામાં આવ્યું છે. આ અંગે તેમને જાણ થતા તેઓએ facebook પેજ હેક કરનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હેતુ ફરિયાદ કરી છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા મુજબ, તેમનું facebook પેજ હેક કરનાર કોઈ પાકિસ્તાની હેકર્સ હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ મામલે તેમની લેખિત ફરિયાદ લીધા બાદ તપાસના અંતે વધુ વિગતો સાંપડે તેમ મનાઈ રહ્યું છે.


Google NewsGoogle News