વાડી પોલીસના માનીતા આતિશ ઠાકોર અને તેના સાગરીતોનો યુવક પર હુમલો
Image Source: Freepik
વાડી પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો ધંધો કરતા માથાભારે આતિશ ઠાકોર અને તેના સાગ્રિતોએ મોડી રાત્રે યુવક પર પાઇપ વડે હુમલો કર્યો હતો.
ગાજરાવાડી સુરજ પમ્પિંગ રોડ પર રહેતા દેવેન્દ્ર ભાવસિંહભાઈ વણઝારા એ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સાંજે હું મારા ઘરેથી મારા માસી લીલાબેન રહેવાસી નારાયણ નગર ના ઘરે જવા માટે રિક્ષામાં બેસી ડભોઇ રોડ મહાનગરના નાકા પાસે ઉતરીને ચાલતો ચાલતો જતો હતો રાત્રે 11:00 વાગે રેલવેના કાળા ગેટ વળાંક પાસે મારો મિત્ર હસમુખ જીતુભાઈ વણઝારા સાથે આરતી તથા સનાભાઇ ઠાકોર ઝઘડો કરતા હતા જેથી મેં વચ્ચે પડી સમજાવવા લાગ્યો હતો તે દરમિયાન અલ્પેશ ઠાકોરે મને કહ્યું હતું કે તું કેમ અમારા ઝઘડામાં વચ્ચે પડે છે અને મને ગાળો બોલવા લાગ્યો હતો તે દરમિયાન લોકો ભેગા થઈ ગયા હતા તે સમયે રાજ ઠાકોર તથા હિતેશ આવી ગયા હતા રાજ ઠાકોરના હાથમાંથી લોખંડની પાઇપ આતિશે લઇ મને જમણા પગના ઢીંચણના ભાગે તથા બરડાના ભાગે મારી દીધી હતી સના ઠાકોરે પણ પટ્ટા વડે મને તથા હસમુખને માર માર્યો હતો. અમારો મિત્ર મયુર દીપકભાઈ કનોજીયા આવી જતા તે છોડવા વચ્ચે પડતા રાજ ઠાકોર અને હિતેશે પણ આતિશનું ઉપરાણું લઈ માર માર્યો હતો દરમિયાન ટોળું ભેગું થઈ જતા અમને વધુ મારમાંથી બચાવ્યા હતા. અમે જીવ બચાવવા માટે ભાગ્ય ત્યારે આતીશ ઠાકોર બૂમ પાડીને જણાવતો હતો કેઆમને જીવતા જવા દેશો નહીં જાનથી મારી નાખો.
ઉલ્લેખનીય છે કે આતિશ ઠાકોર વાડી પોલીસ સ્ટેશનની હદમાદારોનો ધંધો કરતો હોવા છતાં વાડી પોલીસ તેને પકડતી ન હતી જ્યારે પીસીબી કે અન્ય બ્રાન્ચ તેને પકડે ત્યારે કેસ નોંધાતો હતો આ ઉપરાંત દારૂ વેચતા આરોપીઓ સામે પાસાને કાર્યવાહી થાય છે પરંતુ આતિશ ઠાકોર સામે સંખ્યાબંધ દારૂ નાં કિસ્સો હોવા છતાં પાસાની કાર્યવાહી થતી નથી.