Get The App

વડોદરા: રાત્રે ત્રણ આરોપીઓએ સોસાયટીમાં ભયનું વાતાવરણ ઊભું કરી કારની તોડફોડ

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
વડોદરા: રાત્રે ત્રણ આરોપીઓએ સોસાયટીમાં ભયનું વાતાવરણ ઊભું કરી કારની તોડફોડ 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 17 માર્ચ 2024, રવિવાર

આજવા રોડ લીલાબા નગરમાં રાત્રે ત્રણ આરોપીઓએ સોસાયટીમાં જઈ બુમા બુમ કરી ભયનું વાતાવરણ ઊભું કરી કારને તોડફોડ કરી હતી.

આજવા રોડ સયાજી પાર્ક પાસે લીલાબા નગરમાં રહેતો કિરણ લાલજીભાઈ સોલંકી છૂટક મજૂરી કરે છે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગે હું તથા મારા મિત્ર પિયુષ ગણેશભાઈ સોલંકી તથા સંજય હુસેનભાઇ સોલંકી સિદ્ધેશ્વર હોલમાર્ક ખાતે ચાલવા ગયા હતા.   રાત્રે 9:45 વાગે મારી પત્ની ભારતીબેન નો ફોન આવ્યો હતો કે કોઈ આવીને આપણા ઘરનું બારણું જોર જોરથી ખખડાવે છે અને બૂમો પાડે છે જેથી હું અને મારા બંને મિત્રો તરત જ મારા ઘરે ગયા હતા. મારી પત્નીએ કહ્યું હતું કે નરેશભાઈ રયજીભાઈ સોલંકી તથા ધર્મેશ કનુભાઈ સોલંકી તથા ગૌરાંગ ઉર્ફે સન્ની સોલંકી આપના ઘરે આવ્યા હતા અને ઘરની જાળી જોરથી ખખડાવી બૂમો પાડીને બોલતા હતા કે કિરણને બહાર કાઢ મારી સોસાયટીના તથા અમારા ઘરની આજુબાજુના રહીશો બહાર આવી જતા તેઓ ભાગી ગયા હતા. મેં બહાર આવીને જોયું તો સોસાયટીમાં પાર્ક કરેલી મારી કાર ની પાછળ નો કાચ તથા ડ્રાઇવર સીટની પાછળના દરવાજાનો ગ્લાસ આ ત્રણેયમાંથી કોઈએ તોડી નાખ્યો હતો ત્યારબાદ ગૌરાંગે મને ફોન કરીને ધમકી આપી હતી કે હું તને છોડીશ નહીં અને અમે ફરી તારા ઘરે આવીશું તને બતાવી દઉં છું.


Google NewsGoogle News