વરસાદી પાણીમાં ફસાયેલા વિવિધ વિસ્તારના 388 ને સલામત સ્થળે ખસેડાયા

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
વરસાદી પાણીમાં ફસાયેલા વિવિધ વિસ્તારના 388 ને સલામત સ્થળે ખસેડાયા 1 - image


Vadodara Heavy rain: વડોદરા શહેરમાં ગઈકાલે ત્રાટકેલા ભારે વરસાદના કારણે શહેરના અસંખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી જુદા જુદા વિસ્તારમાંથી વરસાદી પાણીમાં ફસાયેલા 388 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આવી જ રીતે જુદા જુદા વિસ્તારના વરસાદી પાણીમાં ફસાયેલા 411 લોકોને વિવિધ સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

શહેરમાં ગઈ કાલે દિવસ દરમિયાન ખાબકેલા 13.5 ઇંચ જેટલા વરસાદથી નીચાણવાળા સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. 

પરિણામે સયાજીગંજ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 60 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડાયા હતા. આવી જ રીતે ફતેપુરામાંથી 85, મોગલવાડાના 12, દશરથ- છાણી ગામના 50, ગોરવાના 180 સહિત મકરપુરા જીઆઇડીસીના મળી કુલ 388 લોકો નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીમાં ફસાયા હતા. આ તમામનું સફળતાપૂર્વક રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


Google NewsGoogle News