Get The App

નવરાત્રિ વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
નવરાત્રિ વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી 1 - image


Threat To Blast In Vadodara Airport:  વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. જેના કારણે પોલીસ પણ દોડતી થઇ છે. એરપોર્ટની સિક્યુરિટી એજન્સી સાથે મળી બંદોબસ્ત ગોઠવીને તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગની મદદથી તપાસ કરાઈ 

મળતી માહિતી અનુસાર, હરણી એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સીઆઇએસએફને ચોથી ઓક્ટોબર સવારે 10:54 વાગ્યે એક ઇમેલ મળ્યો હતો. સીઆઇએસએફના અધિકારી પ્રદીપ રામે આ અંગે હરણી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી સાયબર સેલની મદદ લઈ તપાસ હાથ ધરી છે.આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. જો કે, કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી.

ઉલ્લેખનીય છે કે,થોડા સમય પહેલાં પણ દેશના જુદા જુદા એરપોર્ટની સાથે હરણી એરપોર્ટને પણ ઉડાવી દેવાનો મેલ મળ્યો હતો.

નવરાત્રિ વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી 2 - image


Google NewsGoogle News