વડોદરા: મિત્રતા કર્યા બાદ લગ્નની લાલચે યુવતીએ યુવક પાસેથી 2.83 લાખ ખંખેર્યાં
Image Source: Freepik
વડોદરા, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર
સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપીને યુવતીએ અક્ષરચોક વિસ્તારમાં રહેતા યુવક પાસેથી 2.83 લાખ પડાવી લીધા હતા.ઉપરાંત અન્ય એક યુવકે પણ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવકે યુવતી સહિત બે લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શહેરના અક્ષરચોક પાસેની સોસાયટીમાં રહેતા નિકુંજ વિઠ્ઠલ સોનીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં તેમના સોશિયલ માડિયા એકાઉન્ટ પર યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી જે મેં સ્વીકાર અમાર બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી તેણી મને તેના માસીના દીકરા અનિકેત સોની ખાસ મિત્ર છે અને તેનુ નામ પ્રિયા રમેશ પટેલ કહ્યું હતું. વાતચીત દરમિયાન યુવતીએ મને લગ્ન કરવાની લાલચ આપી હતી. અમારા બંનેના નામનું સોશિયલ માડિયા એેકાઉન્ટ બનાવી મારો વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ મને પટાવી ફોસલાવીને ટુકડે ટુકડે 2.83 લાખ તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. અનિકેત સોનીએ પણ મારી પાસેથી રૂપિયા કઢાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવકની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ઠગોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.