Get The App

મધરાતે હાઇવે પર પત્નીને છોડી પતિ ગાયબ થઈ ગયો, નારી સુરક્ષા સેન્ટરમાં આશરો અપાયો

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
મધરાતે હાઇવે પર પત્નીને છોડી પતિ ગાયબ થઈ ગયો, નારી સુરક્ષા સેન્ટરમાં આશરો અપાયો 1 - image


Vadodara : વડોદરામાં ગેંગરેપના બનાવ બાદ પોલીસ અંતરિયાળ વિસ્તારોમાં સક્રિય બની છે તેવા સમયે વધુ બે પરિણીતાને અવાવરું સ્થળેથી બચાવી લેવામાં આવી હોવાના કિસ્સા બન્યા છે. 

આજવા રોડ પર પત્નીને મૂકી પતિ ગાયબ, મોબાઈલ પણ સ્વીચ ઓફ 

આજવા રોડ વિસ્તારમાં એક મહિલા મધરાતે એકલી આંટાફેરા મારતી હોવાથી કોઈ વ્યક્તિએ અભયમને જાણ કરી હતી. મહિલાની પૂછપરછ કરતા તે દિલ્હીની હોવાનું અને તેના પતિ સાથે ટ્રકમાં વડોદરા ખરીદી કરવા માટે આવી હોવાની વિગતો જાણવા મળી હતી. 

પતિ તેને બેસાડીને હમણાં સામાન મૂકીને આવું છું તેમ કહી ટ્રક લઈ ચાલ્યો ગયો હતો. બે થી ત્રણ કલાક સુધી તેનો કોઈ પત્તો નહીં લાગતા મહિલા તેની શોધખોળ કરતી હતી અને થાકીને એક બાજુએ બેસી ગઈ હતી. વળી પતિનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો. અભયમની ટીમે મહિલાને સિવિલ હોસ્પિટલમાં આવેલા સુરક્ષા સેન્ટરમાં આશરો અપાવ્યો હતો. 

પતિ સાથે ઝઘડો કરી બાળક સાથે નીકળી ગયેલી મહિલા જીઆઇડીસી માં ભૂલી પડી 

પંચમહાલની એક મહિલાને તેના પતિ સાથે ઝઘડો થતાં બાળકને ઘરમાંથી નીકળી ગઈ હતી. વડોદરામાં મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં મહિલા ભૂલી પડી જતા રડવા માંડી હતી. એક સદગૃહસ્થે અભયમને જાણ કરતા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. 

આ મહિલાએ એક જ રટણ કર્યું હતું કે હું કેવી રીતે અહીં આવી તેની મને ખબર નથી. અભયમે તેને સુરક્ષા સેન્ટરમાં આશરો અપાવી પતિનો સંપર્ક કરવા પંચમહાલ પોલીસને જાણ કરી છે.


Google NewsGoogle News