લેપટોપની લીધેલી લોનના હપ્તા ભરવા યુવકે પીડિતાને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું, ફોટા વાયરલ કરવાની ધમકી આપતા અભિયમની ટીમે મદદ કરી
Vadodara Harassment Case : બોયફ્રેન્ડને લોન પર લેપટોપ લઇ આપ્યું હતું. શરુઆતમાં તેના ત્રણ હપ્તા ભરેલ બાદમાં બંધ કરેલ જેથી હપ્તા ભરવાનું જણાવતા શારિરીક સંબંધ રાખે તો જ આગળ હપ્તા ભરીશ તેવી માંગણી કરતા પીડિતા મુશ્કેલીમાં મુકાયેલ હતી. યુવતીએ 181 મહિલા હેલ્પ લાઈનમાં કૉલ કરી મદદ મેળવી હતી.
અભયમ દ્વારા બોયફ્રેન્ડને સમજ આપેલ કે મરજી વિરૂદ્ધ સબંધ રાખવાં દબાણ કરવું તે ગુનો બને છે અને લેપટોપ લીધેલ છે તેના હપ્તા ભરવાની જવાબદારી છે. આમ અસરકારકતાથી માહિતિ આપતા યુવકે લેપટોપ પરત આપેલ અને બોય ફ્રેન્ડે ભરેલ ત્રણ હપ્તા પરત આપ્યા હતા.
મળતી માહિતી મુજબ, ફાયનાન્સ કંપનીમાં લોન ધિરાણનું સાથે કામ કરતા યુવક-યુવતી એકબીજાના પરિચયમાં આવેલ. સમય જતા તેઓની વચ્ચે ફ્રેન્ડશીપ થયેલ. યુવકે યુવતીના નામે લોનથી લેપટોપ લીધેલ. લોનના હપ્તા પેટે ત્રણ હપ્તા ભરેલ ત્યારબાદ હપ્તા ભરવાનું બંધ કરેલ. લોન યુવતીના નામની હોય હપ્તા ભરવાની જવાબદારી પણ ઉભી થયેલ. યુવકને વારંવાર હપ્તા ભરવા જણાવેલ પરતું તેણે શારિરીક સબંધ રાખે તો આગળના હપ્તા ભરશે અને સબંધ નહીં રાખે તો તેના ફોટો વાયરલ કરવાની ગર્ભિત ધમકી આપી હતી. આથી યુવતી મુશ્કેલીમાં મુકાયેલ અને યુવક પર આંધળો વિશ્વાસ મૂકવા બદલ પસ્તાવો થયો હતો અને પોતાની ભૂલ સમજાઇ હતી. પરિસ્થિતિમાંથી પોતે બહાર આવવા અભયમની મદદ મેળવી હતી.
અભયમ દ્વારા યુવકને જણાવેલ કે, કોઈની મરજી વિરૂદ્ધ, બ્લેક મેલ કરવો, ફોટો વાયરલ કરવાની ધમકી આપવી તે ગુનો બને છે. બને વચ્ચે થયેલ સમજૂતી મુજ્બ યુવતીના નામનું લેપટોપ પરત યુવતીને આપવ્યું અને યુવકે ભરેલ ત્રણ હપ્તા યુવતી ભરશે. યુવકે ખાત્રી આપી હતી કે, હવે પાછી કોઈપણ પ્રકારની હેરાનગતિ નહી કરું. યુવતીને યોગ્ય લાગતાં આગળ કોઈ કાર્યવાહી ના કરવી હોય અભયમે બાહેધરી મેળવી સમાધાન કરવામાં આવ્યું હતું.