વડોદરા: રેસ્ટોરન્ટના કાઉન્ટર પરથી મોબાઈલની ચોરી કરી યુવક ફરાર: માલિકે CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર મૂક્યા: મુંબઈ પોલીસ દ્વારા ફોન પરત મળ્યો

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
વડોદરા: રેસ્ટોરન્ટના કાઉન્ટર પરથી મોબાઈલની ચોરી કરી યુવક ફરાર: માલિકે CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર મૂક્યા: મુંબઈ પોલીસ   દ્વારા ફોન પરત મળ્યો 1 - image


સુરત, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર

ગત બુધવારે રાત્રે વડોદરા શહેરના એક રેસ્ટોરન્ટ સંચાલકનો અંદાજિત દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન કાઉન્ટર ઉપરથી ચોરી ફરાર થવામાં અજાણ્યો ગઠિયો સફળ રહ્યો હતો. જે અંગેના CCTV ફૂટેજ હોટલના માલિકે સોશિયલ મીડિયા પર વાયરલ કરતા  મુંબઈ રેલ્વે પોલીસે આરોપીને રેલવે સ્ટેશન ખાતેથી ચેકીંગ દરમ્યાન ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. મોંઘોદાટ મોબાઈલ ફોન પરત  મળતા રેસ્ટોરન્ટ સંચાલકે મીડિયા ટીમનો તથા ગુજરાત-મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. 

દિન પ્રતિ દિન ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાંય ખાસ કરીને વાહન અને મોબાઈલ ચોરોએ માઝા મૂકી છે. તસ્કરો આવી ઘટનાઓને અંજામ આપવા અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં રેસ્ટોરન્ટ સંચાલકનો રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપરથી મોંઘોદાટ ફોન ચોરી તસ્કર ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરના મુક્તાનંદથી વુડા સર્કલ તરફના માર્ગ ઉપર નાયલોન પાવભાજી નામની  રેસ્ટોરન્ટના સંચાલક ભાવિન વાઢેરએ 24 જાન્યુઆરી બુધવારની રાત્રે પોતાનો અંદાજે દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન કાઉન્ટર ઉપર રાખ્યો હતો. તે સમયે એક અજાણ્યો શખ્સ આવ્યો અને મોકો મળતા જ આંખના પલકારામાં મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જેમાં તસ્કર રેસ્ટોરન્ટના કાઉન્ટર પાસે ઉભો રહયો અને ભાવિંભાઈ કાઉન્ટર છોડી માંડ ત્રીસ સેકન્ડ માટે કામ માટે કાઉન્ટર છોડે છે  તુરત   કાઉન્ટર ઉપરથી મોકો મળતા જ મોબાઈલની ઉઠાંતરી કરી નાસી છૂટતો જણાય આવે છે. ચોરી થયેલ મોબાઈલ ફોનનું લોકેશન ચેક કરતા વડોદરા રેલ્વે સ્ટેશન બાદ અંતિમ લોકેસન મુંબઈ શહેર ખાતેનું દર્શાવ્યું હતું. બનાવ સંદર્ભે રેસ્ટોરન્ટ સંચાલકની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

નાયલોન હોટલના સંચાલક ભાવિનભાઈ એ કાઉન્ટર પરના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા તે જોઈને મુંબઈથી રેલ્વે પોલીસના કર્મચારીનો ફોન આવ્યો અને મોબાઈલ અમારી પાસે છે અને તેનું બિલ તમારો મોબાઈલ છે તેની ખાતરી માંગી હતી જેથી તેમણે મુંબઈમાં રહેતા તેમના પરિવારજનને જાણ કરતા તેઓ રેલ્વે પોલીસનો સંપર્ક કરી મોબાઈલ પરત મેળવવામાં સફળતા મળી હતી જેથી સોશિયલ મીડિયા પર તેમણે વડોદરા અને મુંબઈ પોલીસ નો આભાર માન્યો હતો.


Google NewsGoogle News