સોખડા પાસે બે બાઈક અથડાતા નોકરી પર જતા યુવાનનું મોત
Vadodara Accident : વડોદરાના સાવલી તાલુકામાં સિસોદિયાપુરા પાસે આવેલ કચરાપેટી નજીક બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા સિસોદિયાપુરા ગામમાં રહેતા ધનજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 45 નું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક સવાર જીગર જગદીશભાઈ ચાવડાને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયા છે.
પોલીસે જણાવ્યું હતું કે મંજુસર ખાતે પાણીના જગની એજન્સીમાં કામ કરતા ધનજીભાઈ સોલંકી નોકરી પર જીગરની બાઈક પર બેસીને જતા હતા. તે વખતે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત કરનાર અન્ય બાઇક ચાલકને પણ ઈજા થઈ હતી.