Get The App

વડોદરા: દારૂની મેહફીલ માણતો વિડિયો વાયરલ કરનાર 4 સીકલીગરની ધરપકડ

Updated: Mar 27th, 2025


Google News
Google News
વડોદરા: દારૂની મેહફીલ માણતો વિડિયો વાયરલ કરનાર 4 સીકલીગરની ધરપકડ 1 - image


સોશિયલ મીડીયામા દારૂની બોટલ લઈને સીકલીગર મહેફીલ માણવા બેઠા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે પોલીસે તપાસ કરતા વિડીયો ખોડીયાર નગર વિસ્તારમાં આવેલા વુડાના મકાનનો હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે વીડીયોના આધારે 4 સીકલીગરોને ગણતરીના કલાકોમા ઝડપી પાડયા હતા.

વડોદરા શહેરમાં તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર સિકલીગરો ભેગા થઈને દારૂની મંગાવ્યા બાદ તેની મહેફિલ માણવા બેઠા હતા અને એક સીકલીગરે તેનો વિડીયો બનાવ્યો હતો. તે વીડિયોમાં સીકલીગરે “મજા લે રહે હૈ મજા લે રહે હૈ કુલ એન્જોય અને છેલ્લે સબકો સતશ્રીયા કાલ ભાઇ” જેવા શબ્દો ઉચ્ચારી મકાનમાં વિદેશી દારૂના કવાટરીયા સાથે 4 સિક્લીગર જણાયા હતા અને તેઓએ એક બાળકને પણ દારૂની બોટલ હાથમાં પકડાવી હતી. આ વીડિયોની તપાસ કરતા ખોડીયારનગર ખાતે આવેલા વુડાના મકાનનો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાપોદ પોલીસે વીડીયોના આધારે 4 સીકલીગર કાલુસિંગ ચરણસિંગ દુધાણી (રહે, ભીમા દવાખાનાની પાછળ સરદારજીનો મહોલ્લો વારસીયા વડોદરા શહેર), રવિસિંગ હરજીતસિંગ ઉર્ફે મદનલાલ દુધાણી ( રહે,ચાચાનેહરૂનગર કમલાનગરની પાસે આજવા રોડ વડોદરા શહેર), શમશેરસિંગ ફરજીતસિંગ ઉર્ફે મદનલાલ દુધાણી ( રહે.ચાચાનેહરૂનગર કમલાનગરની પાસે આજવા રોડ વડોદરા શહેર), મહેદ્રસિંગ ખજાનર્સિંગ બાવરી (રહે. પીળા વુડાના મકાન પાંજળાપોળ રોડ વડોદરા શહેર)ને ઝડપી પાડયા હતા.

Tags :