મકાન માટે લીધેલી લોનના હપ્તાના ટેન્શનમાં યુવાનનો આપઘાત
Vadodara Suicide : વડોદરામાં પાદરા તાલુકાના ત્રિકમપુરા ગામમાં રહેતા પિયુષ દિનેશભાઈ પરમારે ઉં.વ.21 મકાન બનાવવા માટે અલગ-અલગ જગ્યાએથી લીધેલ લોનના હપ્તા સમયસર ભરી નહી શકતા તે ટેન્શનમા રહેતો હતો. દરમિયાન ગઇ સાંજે ઘરના ધાબા ઉપર જઇ રીંગણમા નાખવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે ગોત્રી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.