Get The App

જિલ્લામાં 4.40 લાખ ગાય અને ભેંસને વેક્સિન આપવાનું કાર્ય પૂર્ણ

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
જિલ્લામાં 4.40 લાખ ગાય અને ભેંસને વેક્સિન આપવાનું કાર્ય પૂર્ણ 1 - image


- ખરવા-મોવાસા રોગ સામે રક્ષણ આપવા માટે

- જિ.પં.ના પશુપાલન વિભાગ દ્વારા ઘેટાં-બકરાંના રસીકરણનો પ્રારંભ

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ગાય અને ભેંસને ખરવા-મોવાસા રોગ સામે રક્ષણ આપવા માટે શરૂ થયેલી વેક્સિનેશન ઝૂંબેશ પૂર્ણ થઈ છે. આ ઝૂંબેશ અંતર્ગત ૪ લાખ ૪૦ હજાર ગાય અને ભેંસને રસીકરણ કરવામાં આવ્યું છે. આજથી પશુપાલન વિભાગ દ્વારા ઘેટાં-બકરાંને વેક્સિન આપવાની ઝૂંબેશનો પ્રારંભ થયો હોવાનું જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. કે.એચ. બારૈયાએ જણાવ્યું હતું. 

 તેમણે જણાવ્યું હતું કે, પશુઓમાં ખરવા-મોવાસા રોગ વાયરસથી ફેલાય છે. આ રોગમાં પશુની ખરીમાં અને મોંમાં ચાંદા પડતા હોવાથી તેને ખરવા-મોવાસા નામથી ઓળખવામાં આવે છે. આ રોગનો ભોગ બનેલા પશુઓ ખાઈ શકતા નથી. આ રોગનો વાયરસ હવાના માધ્યમથી ફેલાતો હોવાથી ૩૫ કિલોમીટરની દૂરી સુધી ચેપ લગાડી શકે છે. આથી ગાય અને ભેંસને તેનાથી રક્ષણ આપવા દર વર્ષે એપ્રિલ-મે માસમાં અને સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ હાથ ધરવામાં આવે છે. 

 જિલ્લામાં ૫ લાખ ૪ હજાર જેટલી ગાય અને ભેંસ છે. જેમાં નાના વાછરડા અને પાડરું સિવાય અંદાજે ૪ લાખ ૪૦ હજાર ગાય અને ભેંસ છે. જેમને ખરવા-મોવાસા રોગ સામે રક્ષણ આપવા માટે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ૪ લાખ ૪૦ હજાર ગાય અને ભેંસને વેક્સિન આપવા સાથે વેક્સિનેશનની કામગીરી સંપન્ન થઈ હતી. 

 દરમિયાનમાં, ઘેટાં અને બકરાંમાં પીપીઆર નામનો રોગ જોવા મળે છે. જેમાં પશુને શરદી અને ડાયેરિયા થઈ જતા હોય છે. આથી આ રોગ સામે રક્ષણ આપવા ઘેટાં-બકરાંને રસીકરણ કરવામાં આવે છે. આ રસીકરણનો આજથી પ્રારંભ થયો છે.


Google NewsGoogle News