સુરતના પાંચ તાલુકામાં શિક્ષણની મહત્વની ટીપીઇઓની પોસ્ટ ખાલી

Updated: Dec 12th, 2021


Google NewsGoogle News
સુરતના પાંચ તાલુકામાં શિક્ષણની મહત્વની ટીપીઇઓની પોસ્ટ ખાલી 1 - image


- હાલ ઇન્ચાર્જથી દોડાવાતું ગાડુ : અધિકારીને ચાર્જ પણ દુરના તાલુકાનો અપાતા બરાબર ધ્યાન આપી શકાતું નથી

   સુરત

શિક્ષણમાં મહત્વનો હોદ્દો ધરાવતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ( ટીપીઇઓ )ની સુરત જિલ્લાના નવ માંથી ચાર તાલુકામાં કાયમી જગ્યાઓ ભરાઇ છે જ્યારે બાકીના પાંચ તાલુકાની ખાલી જગ્યામાં ઇન્ચાર્જ ટીપીઇઓથી કામગીરી ચલાવાઇ રહી છે. અને જે જગ્યાઓ ભરાઇ છે તેમાંય કર્મચારીઓને દૂર દૂરના ચાર્જ આપીને દોડાવાઇ રહ્યા છે.

સુરત જિલ્લાના નવ તાલુકામાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત શાળાની વહીવટી અને અન્ય કામગીરી માટે મુખ્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અંદરમાં દરેક તાલુકામાં એક ટીપીઇઓ હોય છે. જે શિક્ષણને લગતી કામગીરી સંભાળે છે. આ મહત્વની પોસ્ટમાં નવ તાલુકામાંથી હાલ માંગરોલ, બારડોલી, કામરેજ અને મહુુવામાં જ કાયમી ટીપીઇઓની પોસ્ટ ભરાઇ છે. બાકીના પાંચ તાલુકા ઓલપાડ, પલસાણા, ઉમરપાડા, ચોર્યાસી, માંડવી તાલુકામાં ઇન્ચાર્જ ટીપીઇઓ કામગીરી સંભાળી રહ્યા છે.

જિલ્લા પંચાયતના સુત્રોના જણાવ્યા મુજબ નવ તાલુકામાં ચાર ટીપીઇઓ હોવાથી દરેકને ચાર્જ સોંપી દેવાયા છે. જેમાં માંગરોલ તાલુકાના ટીપીઇઓને ઉમરપાડા અને ઓલપાડનો ચાર્જ સોંપાયો છે. આ બન્ને તાલુકા દૂર-દૂર આવ્યા હોવાથી કર્મચારીઓ જોઇએ તેટલુ ધ્યાન આપી નહીં શકતા હોવાનો ગણગણાટ શરૃ થયો છે

8 તાલુકામાં ક્લાર્ક અને પટાવાળાની જગ્યા ખાલી

 સુરત જિલ્લાના નવ તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં 9 પટાવાળા અને 9  ક્લાર્કના મહેકમ સામે એક માત્ર મહુવા તાલુકામાં જ પટાવાળા અને ક્લાર્કની એક એક જગ્યાનું મહેકમ ભરાયેલુ છે. બાકીના આઠ તાલુકામાં બન્ને જગ્યાઓ ખાલી છે. 


Google NewsGoogle News