ઉત્તમ ગડા તેમનું લખેલુ નાટક 'મૂળરાજ મેન્શન' જોવા માટે માત્ર એકવાર સુરત આવ્યા હતા
નાટક, ફિલ્મ, પટકથા, સંવાદો અને ટૂંકી વાર્તાઓના ઉત્તમ લેખક ઉત્તમ ગડાનું અમદાવાદમાં અવસાન થયુ
સુરત,તા- 7 જુન 2020 રવિવાર
એક સફળ નાટક માટે જેટલો મહત્વનો રોલ કલાકારોનો હોય એનાથી મહત્વનો રોલ નાટકના
લેખકનો હોય છે. અને આ રોલ ઉત્તમ રીતે નીભાવતા જાણીતા નાટયલેખક ઉત્તમ ગડાનું
શનિવારે રાત્રે અમેરીકામાં અવસાન થયુ હતું. તેઓમે બ્લડ કેન્સર હતુ. સુરતી બે
દિગ્દર્શકો દ્વારા તેની સ્ક્રીપ્ટનું નાટક મંચન થયુ હતું. જે પૈકી મુળરાજ મેન્શન
નાટકને જોવા માટે તેઓ સંભવિત પ્રથમવાર અને છેલ્લીવાર સુરત આવ્યા હતાં.
નાટકકાર કપિલદેવ શુક્લએ કહ્યુ કે નાટકની કથામાં અનેક સાહસ
ખેડનારા ઉત્તમ લેખક ઉત્તમ ગડાના અવસાનથી નાટયજગતમાં ગમગીની ફેલાઇ ગઇ છે.
મહારથી નાટકથી તેઓ ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા
અને આ જ નાટક પર આધારિત એ જ નામે હિન્દી ફિલ્મ પણ બની હતી. તેમના મહત્વના નાટકોમાં
રાફડા, રેશમી તેજાબ, મૂળરાજ
મેન્શન, ચિરંજીવ, શિરચ્છેદ, ડિયર ફાધર, ફાઈવ સ્ટાર આંટી, યુગપુરુષ
વગેરેનો સમાવેશ થાય છે. યુગપુરુષ નાટકે તો રંગભૂમિના તમામ રેકોર્ડ તોડયા હતા. સાત
ભાષામાં આ નાટક ભજવાયું હતું અને ૧૪-૧૫ મહિનામાં ૧,૧૦૦
પ્રયોગ દેશ વિદેશમાં થયા હતા. નાટકો સાથે 'યું હોતા તો કયા
હોતા' અને 'ખિલાડી ૪૨૦' ફિલ્મો પણ લખી. જ્યારે ૨૦૦૧ માં શ્રે પટકથા માટે સ્ક્રીન એવોર્ડ્સ માટે
તેઓ નોમીનેટ પણ થયા હતા.ધટાઈમ બોમ્બ ૯/૧૧ નામની ટેલિવિઝન ધારાવાહિક (૨૪ એપિસોડ) પણ
લખી છે. ગુજરાતી - હિન્દી નાટકો, ફિલ્મોની વાર્તા, પટકથા, સંવાદો અને ટુંકી વાર્તાઓ પણ તેમણે લખી છે.
સુરતમાં સંભવિત પ્રથમવાર તેઓ ૨૨મી સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ આવ્યા
હતાં. ત્યારે સુરત મહાનગર પાલિકાની નાટય સ્પર્ધામાં તેમનું લખેલુ નાટક મૂળરાજ મેન્શનનું
મંચન થવાનું હતું. સુરતના દિગ્દર્શક વૈભવ દેસાઇના આગ્રહથી તેઓ નાટક જોવા આવ્યા હતાં.
તેમને સરદાર સ્મૃતિ હોલમાં બેસીને નાટક નિહાળ્યુ હતું. સુરતની નાટક સ્પર્ધા માટે તેમને
ખુબ આદર અને અહોભાવ હતો. વૈભવ દેસાઇએ આ અગાઉ પણ તેમનું લખેલુ રાફડા નાટક કર્યુ હતું.
જે પાલિકા અને અન્ય સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતા બન્યુ હતું. આ નાટકને કારણે જ મને દિગ્દર્શક
તરીકે ઓળખ મળી એવુ વૈભવ દેસાઇએ કહ્યુ હતું. ૨૦૧૮ની નાટક સ્પર્ધામાં ડેનિશ પુણીવાલાએ
ઉત્તમ ગડા લિખિત શિરચ્છેદ નાટકનું દિગ્દર્શન કર્યુ હતું. ઉત્તમગજાના આ નાટકકારને સુરતી
નાટયજગતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.