Get The App

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પાણી વિતરણની વ્યવસ્થામાં સુધારો કરવાની તાતી જરૂરિયાત

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પાણી વિતરણની વ્યવસ્થામાં સુધારો કરવાની તાતી જરૂરિયાત 1 - image


Vadodara Corporation : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી ચા૨ ૨સ્તા પાસેથી કાસમ આલા કબ્રસ્તાન થઈને નવીધ૨તી બુસ્ટર સુધી 20 ઇંચ ડાયામીટરની લાઈન લંબાવવાની કામગીરી આશરે બે કરોડના શરૂ કરવામાં આવી છે.

હાલમાં કારેલીબાગ વિસ્તારમાં પાણીના પ્રેશરની વિકટ સમસ્યા છે. લોકોને પાણી પુરતું મળતું નથી, એટલે કંટાળ્યા છે. પાણીની વિતરણ વ્યવસ્થામાં વર્ષોથી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. કારેલીબાગ ટાંકીમાં પૂરતું પાણી જ ભરાતું નથી, એના કારણે પાણી વિતરણના સમય કરતા પાણી મોડું આપવામાં આવે છે. ટાંકી હેઠળના ઝોનમાં પણ પાણી પુરતું પહોંચી શકતું નથી. જ્યાં સુધી વિતરણ વ્યવસ્થામાં સુધારો કરીને ટાંકીને પૂરતું પાણી નહીં મળે ત્યાં સુધી આ રીતે નવી લાઈનો નાખવાથી પાણીનો પ્રશ્ન હલ થશે નહીં તેવું વિસ્તારના રહીશો કહી રહ્યા છે. શું નવી લાઈન નાખવાથી પાણીનો પ્રશ્ન હલ થઈ જશે તેવો સવાલ રહીશો ઉઠાવે છે. કારેલીબાગ ટાંકીને મહીસાગર ખાતેના ફ્રેન્ચ કુવાથી પાણી મળે છે. ફ્રેન્ચ કુવાથી આવતી ફીડર લાઈનમાંથી વચ્ચે આવતા વિસ્તારોને જોડાણો આપી દેવાના કારણે કારેલીબાગ સુધી પાણી પૂરતું પહોંચતું નથી. કારેલીબાગમાં વર્ષોથી બીજા વિસ્તારોની સરખામણીએ મોટા બાંધકામો નથી થયા. વિસ્તારોમાં બાંધકામોના ફેરફારો થયા છે, જેના કારણે પાણીનો ઘરગથ્થુ વપરાશ વધ્યો છે, એટલે ટાંકીની ક્ષમતા મુજબ પૂરતું પાણી મેળવીને વિતરણ વ્યવસ્થા સુધારવામાં ન આવે ત્યાં સુધી નવી લાઈનો નાખવાનો કોઈ અર્થ રહેતો નથી. હાલમાં જે લાઈન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે તેનું હવે પછી જોડાણ કરવામાં આવશે તો વિસ્તારોમાં પાણીનું પ્રેશર વધુ તૂટશે અને લોકોને હેરાનગતિ વધશે.


Google NewsGoogle News