રાજકોટ જિ.ને શાળાઓને કોરોનાની સ્થિતિનો રોજ રિપોર્ટ મોકલવા તાકીદ
અમરનગરની શાળામાં કોરોનાનાં 6 કેસ આવતા : ઓફ લાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા સૂચના, શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો
રાજકોટ , : રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં આવેલા અમરનગરની શાળામાં કોરોના વિસ્ફોટ થતા છ વિધાર્થીઓ સંક્રમિત થતા શિક્ષણ અને આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે આજે દરેક શાળઓને રોજે રોજ કોરોનાની સ્થિતિ અંગેનો રિપોર્ટ હેડ ઓફિસને મોકલવા ડીડીઓએ સૂચના આપી હતી.
રાજકોટ જિલ્લામાં આશરે 1200 જેટલી પ્રાથમિક શાળાઓ છે સૌ પ્રથમ અમરનગરની શાળામાં 6 વિધાર્થીઓ અને બે શિક્ષકોનાં કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. શિક્ષણ વિભાગ સતર્ક બન્યુ છે અન્ય કોઈ શાળાઓમાં કોરોના ન ફેલાય તે માટે તકેદારી રાખવામાં આવી રહીછે. દરેક શાળાઓને ઓન લાઈન શિક્ષણ અને ઓફ લાઈન શિક્ષણ બંને ચાલુ રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. જો કે શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યામાં છેલ્લા થોડા સમયથી ઘટાડો થઈ રહયો છે.