વડોદરાના તાંદલજામાં પાણીની સમસ્યા મુદ્દે હોબાળો છ માસથી પીવાનું પાણી મળતું નહિ હોવાના આક્ષેપ
Vadodara Water Problem : વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં તાંદલજા વિસ્તારની મદીના પાર્ક સોસાયટીમાં મહાનગરપાલિકાનું તંત્ર ઓરમાયું વર્તન દાખલતા હોવાના આક્ષેપો કરીને છેલ્લા છ મહિનાથી સ્થાનિક રહીશો પીવાના પાણીથી વંચિત રહ્યા છે. પરિણામે સ્થાનિક રહીશો પીવાના પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા વેરા લેવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ નથી. છેલ્લા દોઢ મહિનાથી ત્રણ જગ્યાએ ખોદાયેલા ખાડા છતાં કોઈ કામગીરી થતી નહીં હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. વોર્ડ ઓફિસમાં વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના પશ્ચિમ વિભાગમાં તાંદળજા વિસ્તારમાં મદીના પાર્ક સોસાયટીના સ્થાનિક રહીશોને છેલ્લા છ મહિનાથી પીવાનું પાણી નહીં મળતું હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. જેથી પાણીના ટેન્કરો મંગાવવા લોકો મજબૂર છે. પાલિકા દ્વારા વેરા વસૂલ કરવામાં આવે છે. છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. આ અંગે વોર્ડ ઓફિસમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ બહેરા કાને કોઈ સમસ્યા સંભળાતી નથી. સોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી ઠેર-ઠેર જગ્યાએ ખાડા ખોદી નાખ્યા છે. પરંતુ કોઈ કામગીરી થતી નથી. સોસાયટીમાં રમતું કોઈ બાળક ખાડામાં પડે તો તેની જવાબદારી કોની? એવા આક્રોશ સાથે અંગે રજૂઆત કરી છે.