વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે વડોદરા કોર્પોરેશનની મળેલી ખાસ બેઠકમાં હોબાળો : સામ સામે આક્ષેપબાજી
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યા બાદ ચર્ચા શરૂ કરતાં મનોજ પટેલે વિશ્વામિત્રી ચોમાસામાં પૂર આવ્યું હતું તે બાદ પ્રોજેક્ટ અંગે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી રૂ.1,200 કરોડ ફાળવ્યા છે જે ખૂબ જ આવકારદાયક બાબત છે. ત્યારબાદ તજજ્ઞોની સમિતિ અને મ્યુનિસિપલ કમિશનરે જે રીતે પાવાગઢથી પીંગલવાડા સુધી વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની કામગીરી તેમજ તળાવ ઊંડા કરવાની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો છે તે ખૂબ જ જરૂરી છે અને તે વહેલામાં વહેલી તકે ચોમાસા પૂર્વે પૂર્ણ થાય તે પણ જરૂરી છે.
અજીત દધિચે જણાવ્યું કે પૂર્વ વિસ્તારમાં હાઇવે પર વરસાદી ખાસ બનાવવામાં આવી રહ્યા છે તે જ રીતે હવે બીજો રીંગરોડ બનાવવામાં આવી રહ્યો છે તેમની બંને બાજુ પણ વરસાદી ચેનલ બનાવવી જોઈએ.
કોંગ્રેસના અમીબેન રાવતે જણાવ્યું કે 85 વર્ષના એક સીટીઝન દ્વારા ગત ચોમાસામાં આવેલા પૂર બાદ સતત અભ્યાસ કરીને કયા વિસ્તારમાં ક્યાં પાણી ભરાય છે તેનો અહેવાલ તૈયાર કર્યો છે અને તેની યાદી બોલવાની શરૂઆત કરતા ભાજપના અજીત દધિચે આ વિસ્તારોની નામની યાદી બોલવાની જરૂર નથી કોર્પોરેશન પાસે પણ છે અને તમામ વિસ્તારના ઓફિસ તો પણ આ યાદી તૈયાર કરેલી છે તેમ કહેતા કોંગ્રેસ ભાજપના સભ્ય આમને સામને આવી જઈ હોબાળો મચાવ્યો હતો.
કોંગ્રેસના જહા ભરવાડએ આક્ષેપ કર્યો હતો કે , 1995માં વિશ્વામિત્રી ડાયવર્ઝન કરવાનું પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો પરંતુ તે થયો નહીં તે પછી બાળુ શુક્લએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અમલમાં મુક્યો હવે ફરી એકવાર વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટ અમલમાં આવશે કે કેમ તે જોવાનું રહે છે. એ સામે ભાજપના મનોજ પટેલ અહીં કોર્પોરેટરે ઉભા થઈ અમને સામને આક્ષેપો કર્યા હતા. સતત 15 મિનિટ સુધી હોબાળો ચાલુ રહ્યો બાદમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થું એ દરમિયાનગીરી કરી જણાવજો કે આપણે અહીં વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચર્ચા કરવા ભેગા થયા છે કે ઝગડવા ભેગા થયા છે તે નક્કી કરો જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત થતી હોય મુખ્યમંત્રીએ નાણા ફાળવ્યા હોય ત્યારે તમારા જ પક્ષના આગેવાન મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવા પહોંચી જાય છે તેમ કહેતા ફરી ભાજપના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.