સુરેન્દ્રનગરમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં હોબાળો, પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોમાં રોષ
Vikas Saptah In Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીને લઇ ભારે લોકોને હાલાકી પડી રહી છે. જેને લઈને રાજ્ય સરકારના વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. શહેરના ટાઉનહોલ ખાતે પ્રવાસન મંત્રી મૂળુ બેરાના સંબોધન દરમિયાન લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાનું પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે (14મી ઓક્ટોબર) શહેરના ટાઉનહોલ ખાતે રાજ્ય સરકારના વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો કે, અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં આવતી ના હોવાનો આક્ષેપો કર્યો હતા.
વિકાસ સપ્તાહના કાર્યકમમાં આશાવર્કર બહેનો, ITI અને ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ લગાવ્યા હતા. આ પ્રવાસન મંત્રી મૂળુ બેરાના સંબોધન દરમિયાન હોબાળો મચતા સ્થાનિક આગેવાન અમૃત મકવાણાને પોલીસે કાર્યકમમાંથી બહાર કાઢ્યા હતા.