એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઇયળ નીકળતા હોબાળો
M S University Vadodara : વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં ઇયળ નીકળ્યાના આક્ષેપો થતા ઓબાળો મચી ગયો છે. મેસનું જમવાથી ખોરાકી ઝેરની અસરના આક્ષેપો પણ કરાયા છે. એસડી હોલમાં ચારેય મેસનું ભોજન તૈયાર થાય છે. જોકે કેજી હોલમાં ફ્રુટ કસ્ટર્ડમાં પણ જીવાત નીકળ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હોવાના મુદ્દે યુનિ.ગર્લ્સ હોસ્ટેલોમાં હોબાળો મચી ગયો છે.