ઉપલેટા ભાજપના ધારાસભ્યને નડ્યો અકસ્માત, કાર ભેંસ સાથે અથડાતા પહોંચી ઈજા, હોસ્પિટલ ખસેડાયા

ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયાને સામાન્ય ઈજા પહોંચી

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
ઉપલેટા ભાજપના ધારાસભ્યને નડ્યો અકસ્માત, કાર ભેંસ સાથે અથડાતા પહોંચી ઈજા, હોસ્પિટલ ખસેડાયા 1 - image


Upleta BJP MLA Car Accident: ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયા રાજકોટથી ગાંધીનગર જતી વખતે લીંબડી નજીક રસ્તા પર મૃત પડેલી ભેંસ સાથે તેમની કાર અથડાઇ હતી. જેના કારણે આખી કાર પલટી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર, ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયા રાજકોટથી ગાંધીનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન લીંબડી નજીક તેમની કારનો રસ્તામાં પડેલી મૃત ભેંસ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહેન્દ્રભાઈ પાડલીયા અને રવિભાઇ માકડીયા ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. 


Google NewsGoogle News