Get The App

VIDEO: ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની વધી ચિંતા

Updated: Apr 2nd, 2025


Google News
Google News
VIDEO: ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની વધી ચિંતા 1 - image


Rain In South Gujarat : ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી, ત્યારે આજે બુધવારે (2 એપ્રિલ, 2025) કમોસમી ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠું પડતાં પાકને નુકસાનીને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે.   

ડાંગ જિલ્લામાં ભર ઉનાળે માવઠું

રાજ્યમાં ભર ઉનાળે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગ, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કાળા-ડિબાંગ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે ડાંગ-આહવા તાલુકાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ઉનાળામાં ચોમાસા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ઉનાળામાં વરસાદ પડતાં ખેડૂતોના ખરીફ પાકમાં નુકસાની થવાની શકયતા વર્તાઈ રહી છે. 



ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે ડાંગમાં આજે બુધવારે ચાર વાગ્યાના અસરમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તેમજ ગિરિમથક સાપુતારા અને ચિંચલી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠા બાદ હવે અંગ દઝાડશે ગરમી, 6 દિવસ હીટવેવને લઈને યલો-ઓરેન્જ એલર્ટ

આગામી ત્રણ દિવસ આ 4 જિલ્લામાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવની યલો અને ઑરેન્જની આગાહી કરી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવની યલો ઍલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. 

Tags :