Get The App

વડોદરા શહેર-જિલ્લામાં કમોસમી વરસાદ: ફરી ખેડૂતો ચિંતામાં

Updated: Dec 28th, 2021


Google News
Google News
વડોદરા શહેર-જિલ્લામાં કમોસમી વરસાદ: ફરી ખેડૂતો ચિંતામાં 1 - image


વડોદરા, તા. 28

દિવાળી બાદ બે વખત માવઠું વરસ્યા બાદ આજે ફરી વડોદરા સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તો વળી કેટલાક સ્થળોએ વરસાદ પણ વરસી રહ્યો છે. વડોદરામાં ગઈકાલે અને આજે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું અને તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો થયો હતો. વાદળછાયું વાતાવરણ છવાતા  શિયાળો અને ચોમાસુ જેવી મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ આકાશમા વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કારણ કે માવઠાના પગલે ચણા, જીરું, ઘઉં સહિતના પાકોને નુકશાન પહોંચવાની દહેશત છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આ કહી શકાય તેમ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગે 28મીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી આપી હતી.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થયો છે.  48 કલાક સુધી આ વરસાદી સિસ્ટમની અસર રહેશે. આજે અને આવતીકાલે માવઠાની આગાહી કરી છે. જો કે ૨૯ ડિસેમ્બરથી ફરીથી ઠંડીનું જોર વધશે. વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદ બાદ મંગળવારથી ફરીથી ઠંડીનો ચમકારો શરૂ થઈ શકે છે. અને ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઘટશે. બાદમાં ફરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.

Tags :
VadodaraUnseasonal-RainsFarmersWorries

Google News
Google News