Get The App

ભર ઉનાળે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ, લોકોને ગરમીથી રાહત મળી

Updated: May 7th, 2024


Google NewsGoogle News
ભર ઉનાળે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ, લોકોને ગરમીથી રાહત મળી 1 - image


Gujarat Weather: ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે આજે (સાતમી મે) અંબાજીના વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો. અંબાજી અંને આજુબાજુના વિસ્તારમાં બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. આકરી ગરમી વચ્ચે અનાચક વરસાદ થતાં વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ભર ઉનાળે કમોસમી વરસાદ

ગુજરાતની 25 બેઠક પર આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આકરી ગરમી વચ્ચે લોકોની વહેલી સવારે મતદાન મથકો પર મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારે અંબાજી પંથકમાં અચાનક આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા અને ભર ઉનાળે કમોસમી વરસાદ પડ્યો હતો અને લોકોએ ગરમીથી રાહત મળી હતી. તો બીજી તરફ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. 



Google NewsGoogle News