Get The App

ઊંઝા APMCમાં દિનેશ પટેલનો દબદબો: ખેડૂત વિભાગમાં ભાજપના પાંચ ઉમેદવારો હાર્યા

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
ઊંઝા APMCમાં દિનેશ પટેલનો દબદબો: ખેડૂત વિભાગમાં ભાજપના પાંચ ઉમેદવારો હાર્યા 1 - image


Unjha APMC Election Result: ઊંઝા એપીએમસીની હાઇવોલ્ટેજ ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. કુલ 14 બેઠકો માટે સરેરાશ 98 ટકા મતદાન થયું હતું. જેના પરિણામો મંગળવારે (17 ડિસેમ્બર) સામે આવ્યા છે. ખેડૂત વિભાગની મતગણતરીના અંતે ભાજપે મેન્ડેટ આપેલા 10માંથી 5 અને પાંચ અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. નોંધનીય છે કે, ભાજપના મેન્ડેટવાળા પાંચ તેમજ જીતેલા પાંચ અપક્ષ ઉમેદવારોને APMCના પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો ટેકો હતો. તેથી કહી શકાય કે, દિનેશ પટેલના દસે દસ ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે અને ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની કારમી હાર થઈ છે. જોકે, વેપારી વિભાગની મતગણતરી હવે શરુ થશે. 

ઊંઝા APMCમાં ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવારની યાદી

મેન્ડેડ ઉમેદવાર

  1. અંબાલાલ પટેલ
  2. કનુભાઈ પટેલ
  3. ધીરેન્દ્ર કુમાર પટેલ
  4. પ્રહ્લાદભાઈ પટેલ
  5. ભગવાનભાઈ પટેલ

આ પણ વાંચોઃ ઝઘડીયામાં પડોશી હવસખોરે 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં જ ઝડપાયો

અપક્ષ ઉમેદવાર

  1. બળદેવભાઈ પટેલ
  2. રાજેન્દ્રકુમાર પટેલ
  3. લીલાભાઈ પટેલ
  4. શૈલેષભાઈ પટેલ
  5. જયંતીભાઈ પટેલ

આ પણ વાંચોઃ વડોદરામાં ધનીયાવી ગામના ઝૂંપડાવાસીઓને આવાસમાં શિફ્ટ થવા અંતિમ નોટીસ

ભાજપના પાંચ ઉમેદવારોની કારમી હાર

ઊંઝા એપીએમસી ચૂંટણીમાં આજે 10 રાઉન્ડમાં મત ગણતરી કરાઈ હતી. જોકે, ગણતરીની શરુઆતથી જ પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલ આગળ હતી. જોકે, ભાજપે મેન્ડેટ આપેલાં જે પાંચ ઉમેદવારોને દિનેશ પટેલનું સમર્થન નહતું તેમની કારમી હાર થઈ છે. આ પરિણામો પરથી સાબિત થાય છે કે, ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલનો દબદબો કાયમ રહ્યો છે. 

ખેડૂત વિભાગનું પરિણામ સામે આવ્યા બાદ દિનેશ પટેલની પેનલના ઉમેદવારો અને સમર્થકોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી. એપીએમસીની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જાણે દિવાળી જેવો માહોલ બની ગયો હતો. 



Google NewsGoogle News