કાપડ ઉપર 12 ટકા GSTના સ્થાને 5 ટકા કરવાનો નિર્ણય લેવાય તેવો કેન્દ્રીય કાપડમંત્રીનો આશાવાદ
વડોદરા, તા. 31 ડિસેમ્બર
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે રેલ મંત્રાલય દ્વારા 75 રેલવે સ્ટેશનનો પુનઃ વિકસિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા વડોદરા રેલવે સ્ટેશનનો રૂપિયા 15 કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવ્યો જે અંતર્ગત રેલવે તેમજ કપડા મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે પુનઃ વિકસિત સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભારત સરકારના કેન્દ્રિય રાજ્ય કક્ષાના મંત્રી દર્શના જરદોશ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર કરવામાં આવેલ વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. મેયરે રેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ પ્રવાસીઓ માટે સુવિધાને માટે આભાર પ્રદર્શિત કર્યો હતો. સાંસદ રંજનબેન ભટ્ટે મંત્રીનું સ્વાગત કરીને પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. મંત્રી દર્શનાબેન જરદોશએ વડોદરા રેલવે સ્ટેશનને એક લાખનું ઇનામ જાહેર કર્યુ હતું.
પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશએ વિવિધ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. જી.એસ.ટી કાઉન્સિલની બેઠકમાં જી.એસ.ટી નો દર વધાર્યો, કપડાં પર જી.એસ.ટીનો દર 5થી વધારી 12 ટકા કરાયો ઉપરાંત 23 સ્ટેક હોલ્ડર સાથે મળી નાણામંત્રીને રજૂઆત કરી અને 5 ટકા જી.એસ.ટીનો દર ફરી કરવા જણાવ્યું હતું.